Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખરવર નગરમાં યુવક પર મોબ લિંચિંગ:ઉધના BRTS જંકશન પર હંગામો, મોબાઈલ ચોરીની શંકાથી ઉશ્કેરાયેલા ટોળાએ યુવકને ઘેરી ઢોર માર માર્યો

    एक दिन पहले

    ઉધના વિસ્તારમાં આવેલા ખરવર નગર ખાતે મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. ખરવર નગર બીઆરટીએસ જંકશન નજીક રસ્તા પર પસાર થતા એક યુવક પર અચાનક મોબાઈલ ચોરીનો આરોપ મૂકીને લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કાયદો હાથમાં લઈને લોકોએ યુવક પર સરેઆમ હુમલો કરી દીધો હતો. વિડિયો વાયરલ થતા ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. મોબાઈલ ચોર સમજી 7 થી 8 લોકોએ યુવકને ઢોર માર માર્યો યુવક પર મોબાઈલ ચોરીની શંકા જતાં જ ત્યાં હાજર 7 થી 8 લોકોનું ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. આ લોકોએ યુવકને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને તેની કોઈ વાત સાંભળ્યા વગર તેના પર તૂટી પડ્યા હતા. લોકો પોતાના હાથ અને પગથી યુવકને સતત ફટકારી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો બંને હાથથી તેને ઢોર માર મારતા નજરે પડી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટોળાની બરબરતા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો યુવક પર ચોરીની શંકા હતી, તો તેને પોલીસને સોંપવાને બદલે આ રીતે રસ્તા પર કાયદો હાથમાં લઈને માર મારવાનો અધિકાર કોણે આપ્યો? ઉધના પોલીસે તપાસ શરૂ કરી, આરોપીઓ સામે કડક પગલાં લેવાશે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉધના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોની મદદથી હુમલો કરનાર 7 થી 8 અજાણ્યા લોકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેવાનો અને મોબ લિંચિંગ કરવાનો અધિકાર કોઈને નથી.
    Click here to Read More
    Previous Article
    3 ફૂટ ઊંડા ખાડામાં બાઈક પડતા જ યુવક પટકાયો, CCTV:હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના PAનું મોત નિપજ્યું હતું, SMCની ઘોર બેદરકારી સામે આવી
    Next Article
    બોટાદમાં 108 ટીમે ત્રણ કિમી ચાલીને પ્રસૂતિ કરાવી:દુર્ગમ વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને સ્થળ પર જ મદદ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment