Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:30 વર્ષ પહેલાં 7 વર્ષના જે માસૂમને વતનમાં મૂકી પિતા રોજી માટે સુરત આવ્યા હતા તે દીકરો 37 વર્ષનો થઈને 65 વર્ષીય પિતાને લેવા આવ્યો

    6 hours ago

    સમયના વહેણમાં વિખૂટા પડેલા લોહીના સંબંધો જ્યારે 3 દાયકા બાદ ફરી મળે છે, ત્યારે પથ્થરદિલ માનવીની આંખો પણ ભીની થઈ જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના ઉધનાના જીવન આધાર આશ્રમમાં બની છે. 30 વર્ષ પહેલાં જે 7 વર્ષના દીકરાને વતનમાં મૂકીને પિતા રોજીરોટી માટે સુરત આવ્યા હતા તે દીકરો આજે 37 વર્ષનો થઈને 15 નવેમ્બરે 65 વર્ષીય પિતાને લેવા સુરત દોડી આવ્યો હતો. આશ્રમના પ્રાંગણમાં 30 વર્ષ બાદ પિતા-પુત્ર એકબીજાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. મૂળ બિહારના ગુલાબસિંહ પત્નીના અવસાન બાદ 7 વર્ષના અખિલેશને વતનમાં મૂકી સુરત આવ્યા હતા, જ્યાં પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. થોડા સમય પહેલાં સુરતમાં અકસ્માતમાં તેઓ યાદશક્તિ ગુમાવી બેઠા હતા. સિવિલમાં સારવાર બાદ સમાજસેવકની મદદથી આશ્રમમાં આશ્રય અપાયો હતો. આ વૃદ્ધ સરનામું જણાવી શકતા ન હોવાથી આશ્રમ સંચાલકે તેમનો ફોટો બિહાર પોલીસના SPથી PI સુધી વોટ્સએપ પર મોકલ્યો હતો. બિહાર પોલીસે તમામ પોલીસ સ્ટેશનના ગ્રુપમાં ફોટો શેર કરતા 15 દિવસમાં પુત્ર અખિલેશે પિતાને ઓળખી લીધા હતા. 14 નવેમ્બરે બિહારથી નીકળી 15 નવેમ્બરે સુરત પહોંચેલા પુત્રને ભેટી પિતા ધ્રુસકાભેર રડી પડ્યા હતા. વતનમાં વૃદ્ધના 85 વર્ષીય પિતા પણ દીકરાની રાહ જોઈ રહ્યા છે પુત્ર અખિલેશ જ્યારે માત્ર 7 વર્ષનો હતો, ત્યારે પિતા ગુલાબસિંહ રોજીરોટી માટે વતન છોડી સુરત આવ્યા હતા. આજે પુત્ર અખિલેશ 37 વર્ષનો થઈ ગયો છે, પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. બીજી તરફ, બિહારમાં ગુલાબસિંહના 85 વર્ષીય પિતા રિટાયર્ડ આર્મીમેન છે. હાલ નિવૃત્ત જીવન ગાળી રહેલા 85 વર્ષીય પિતા પણ છેલ્લા 3 દાયકાથી વિખૂટા પડેલા પોતાના દીકરાની ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પિતા પહેલાં તો પુત્રને ઓળખી શક્યા ન હતા, પરંતુ આશ્રમના સંચાલકોએ કહ્યું કે ‘આ તમારો જ દીકરો છે' આ વાત સાંભળી ગુલાબસિંહની આંખો છલકાઈ ગઈ હતી અને પૂછ્યું કે ‘આ મારો પુત્ર છે?' ત્યારબાદ બંનેએ આશ્રમનો આભાર માની વતન રવાના થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:ગાંધીનગરની આંગણવાડીઓનાં 1958 બાળકો અને મહિલાઓ લોહીની ઊણપમાંથી મુક્ત થયાં
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:હવે પાણી, ડ્રેનેજ, રોડ-બ્રિજ અને મેટ્રો-BRTS સહિતના ડેટા એકત્રિત કરીને પ્રોજેક્ટ હાથ ધરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment