Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતીએ રેલી યોજાઈ:આદિવાસી યુવાનો સાથે ડીજેના તાલે સાંસદ ઝૂમ્યા; ભાજપે કોંગ્રેસની બેઠક પર નજર રાખી

    8 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે દેશભરની સાથે નવસારી જિલ્લામાં પણ 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ અવસરે વાંસદા ટાઉનમાં વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જે બજારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીમાં હજારો આદિવાસી યુવાનોએ જોશભેર ભાગ લીધો હતો. વાંસદા ટાવર ચોકમાં ઉજવણી ઉજવણી દરમિયાન વાંસદા ટાઉનના વ્યસ્ત ટાવર ચોક વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. હજારોની જનમેદની અને આદિવાસી યુવાનોના જોશ વચ્ચે વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલ પટેલ પણ યુવાનોના ઉત્સાહમાં જોડાયા હતા અને ડીજેના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. સાંસદને પોતાની વચ્ચે નૃત્ય કરતા જોઈ કાર્યકરો અને યુવાનોનો ઉત્સાહ બમણો થયો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું. રાજકીય સમીકરણ સાંસ્કૃતિક ઉજવણીની સાથે આ આયોજને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. વાંસદા વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસના પ્રભુત્વવાળી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો ગઢ મનાય છે. અહીં કોંગ્રેસના પ્રતિબદ્ધ મતદારો વર્ષોથી પરંપરાગત રીતે મતદાન કરતા આવ્યા છે, જેના કારણે ભાજપ માટે આ બેઠક જીતવી મોટો પડકાર રહી છે. આઝાદી પછીના સમયથી અત્યાર સુધી ભાજપ આ બેઠક પર વિજય મેળવી શક્યું નથી. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ:મંત્રી રમણ સોલંકીના હસ્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજનાઓના લાભોનું વિતરણ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન
    Next Article
    પાલડી ખાતે ગૌતમ સ્વામી મહાપૂજન યોજાયું:આચાર્ય ઉદયપ્રભસૂરી મહારાજની નિશ્રામાં ધાર્મિક વિધિ, વડોદરા અને અંબાલા તીર્થના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment