Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ:મંત્રી રમણ સોલંકીના હસ્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજનાઓના લાભોનું વિતરણ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન

    8 hours ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદ મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જળ, જંગલ અને જમીનના અધિકારો માટે લડત આપી હતી મંત્રી રમણ સોલંકીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું બલિદાન અવિસ્મરણીય છે. તેમણે અંગ્રેજ શાસનની અન્યાયી નીતિઓ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે ઉલગુલાન મહાક્રાંતિનું આહ્વાન કર્યું હતું. માત્ર 25 વર્ષની નાની ઉંમરે દેશ અને સમાજ માટે આપેલું તેમનું બલિદાન આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વનબંધુ કલ્યાણ યોજના અને પીએમ જનમન અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં આવાસ, પીવાનું પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના સ્વાભિમાન, હિંમત અને એકતાનું પ્રતીક છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના યોગદાનની જાણકારી નવી પેઢી સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે. લાભાર્થીઓને સહાયનું વિતરણ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન કાર્યક્રમ દરમિયાન મંત્રી રમણ સોલંકીએ સંતરામપુર ડેપો ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. યોજનાઓની માહિતી માટે સ્ટોલ, વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે માહિતીપ્રદ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતીએ રેલી યોજાઈ:આદિવાસી યુવાનો સાથે ડીજેના તાલે સાંસદ ઝૂમ્યા; ભાજપે કોંગ્રેસની બેઠક પર નજર રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment