Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડી ખાતે ગૌતમ સ્વામી મહાપૂજન યોજાયું:આચાર્ય ઉદયપ્રભસૂરી મહારાજની નિશ્રામાં ધાર્મિક વિધિ, વડોદરા અને અંબાલા તીર્થના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    8 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ નંદીકર જૈન સંઘ ખાતે ગૌતમ સ્વામી મહાપૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ભાવિકોએ ઉપસ્થિત રહીને પૂજનનો લાભ લીધો હતો.આ સમગ્ર મહાપૂજનનું આયોજન ગચ્છાધિપતિ આચાર્ય ઉદયપ્રભસૂરી મહારાજની પાવન નિશ્રામાં કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ભક્તિમય વાતાવરણમાં મહાપૂજનની વિધિઓ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વિશ્વ નંદીકર જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ મણિયારે જણાવ્યું હતું કે નૂતન વર્ષની શરૂઆતમાં સંઘમાં મહામંગલકારી એવું ગૌતમ સ્વામી મહાપૂજન થવું જોઈએ, તેવા શુભ આશય સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સંઘના ટ્રસ્ટી અલ્કેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ મહાપૂજન કાર્યક્રમમાં વડોદરાથી જૈન અગ્રણી દીપક શાહ, અંબાલા તીર્થના પ્રમુખ કૌશિકભાઈ શાહ તેમજ રાજેન્દ્ર બાગરેચા અને મનોજ કોચર સહિતના મહાનુભાવોએ પણ વિશેષ હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતીએ રેલી યોજાઈ:આદિવાસી યુવાનો સાથે ડીજેના તાલે સાંસદ ઝૂમ્યા; ભાજપે કોંગ્રેસની બેઠક પર નજર રાખી
    Next Article
    India U19 Hero Responds Amid Public Fury Over Celebrations vs Pakistan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment