Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં લુખ્ખા તત્વોનો આતંક:સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી, ઈજાગ્રસ્ત સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો

    11 घंटे पहले

    ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સામાન્ય બાબતની અદાવત રાખીને એક યુવક પર શખ્સે છરી અને લાકડી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધાકધમકી આપતાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંદિરે માનતા પૂરી કરવા ગયેલા યુવક પર ધસી આવેલા શખ્સે હુમલો કર્યો પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ભાવનગર શહેરના બોરડીગેટ નવી જોગીવાડ વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા વિજયભાઈ કાવાભાઈ બારૈયા પોતાના મિત્ર ધર્મેશભાઈ સાથે માનતા પૂરી કરવા માટે ખેડૂતવાસ ઉલ્લાસ પાસે આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ બંને મિત્રો મંદિર પરિસરમાં બેઠા હતા, તે દરમિયાન પોપટનગર (સ્ટીલકાસ્ટ પાછળ) વિસ્તારમાં રહેતો વિક્કી કોળી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો. ‘અમારી બાબતમાં માથું કેમ મારે છે’ કહી છરીના ઘા ઝીંક્યા આરોપી વિક્કી કોળીએ વિજયભાઈ પાસે આવીને "તું બધે અમારી બાબતમાં માથું કેમ મારે છે?" તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું અને ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરી વિજયભાઈને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લાકડી વડે પણ આડેધડ માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વિજયભાઈને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘોઘારોડ પોલીસે આ મામલે BNS એક્ટની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વટવા-ઇસનપુર રોડ પર કારે લોડિંગ-રિક્ષાને ટક્કર મારી, ત્રણને ગંભીર ઈજા:કાર કેનાલની દીવાલમાં ઘુસી ગઈ, ફર્નિચરનો સામાન ઉતારીને પરત ફરતા હતા
    Next Article
    મોરવા(હ)માં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ:સુલિયાત ચોકડી ખાતે 151મી જન્મજયંતિએ જનજાતીય ગૌરવ દિવસ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment