Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા(હ)માં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ:સુલિયાત ચોકડી ખાતે 151મી જન્મજયંતિએ જનજાતીય ગૌરવ દિવસ યોજાયો

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના સુલિયાત ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું. સાંસદ પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ યોજાયો. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિભાગે સંયુક્ત રીતે કાર્યક્રમ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોના શાસન સામે આદિવાસી સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે લડત આપી હતી. 25 વર્ષની વયે તેમણે ‘અબુવા દેશ, અબુવા રાજ’નો નારો આપ્યો હતો. રૂપાલાએ તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રૂપાલાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સરકાર સિંચાઈ અને શિક્ષણની યોજનાઓ અમલમાં મૂકી રહી છે. પાનમ જળાશય આધારિત 138 કરોડ રૂપિયાની સિંચાઈ યોજના અને કોલિયારી લિફ્ટ ઇરિગેશન યોજનાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર માટે 5 હજાર કરોડ રૂપિયાની નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના ખેડૂતો માટે લાભદાયી બની રહી હોવાનું તેમણે કહ્યું. મોરવા હડફમાં 73 કરોડ રૂપિયાના ખર્ચે એકલવ્ય મોડેલ સ્કૂલ સહિતની શૈક્ષણિક સુવિધાઓથી આદિવાસી યુવાનોને નવી તકો મળી રહી હોવાનું પણ જણાવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં સુલિયાત ચોકડી ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમ સ્થળે શબરી બૂથનું ઉદ્ઘાટન કરાયું. આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક તથા પરંપરાગત નૃત્યની રજૂઆતો થઈ હતી. તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતગમતમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં લુખ્ખા તત્વોનો આતંક:સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી, ઈજાગ્રસ્ત સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો
    Next Article
    સોનાના જડિત ઘરેણાં અને પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી:ક્રિસમસ પહેલાં હીરા-ઝવેરાતની નિકાસમાં 34.01 ટકાનો તોતિંગ ઉછાળો, ઓક્ટોબરમાં એક્સપોર્ટ 27,862.82 કરોડે પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment