Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાના જડિત ઘરેણાં અને પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી:ક્રિસમસ પહેલાં હીરા-ઝવેરાતની નિકાસમાં 34.01 ટકાનો તોતિંગ ઉછાળો, ઓક્ટોબરમાં એક્સપોર્ટ 27,862.82 કરોડે પહોંચ્યું

    10 hours ago

    વૈશ્વિક બજારમાં ક્રિસમસ અને તહેવારોની સિઝન પૂર્વે ભારતીય હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે નિકાસ મોરચે અત્યંત પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓક્ટોબર 2026માં દેશની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં વાર્ષિક ધોરણે ડોલરના સંદર્ભમાં 34.01 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ જંગી ઉછાળા સાથે ઓક્ટોબર મહિનામાં કુલ નિકાસ 2.92 અબજ ડોલર (અંદાજે ₹27,862.82 કરોડ) ના સ્તરે પહોંચી ગઈ છે, જે ઉદ્યોગમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન નિકાસમાં 7.28%ની મજબૂત વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન પણ નિકાસનું પ્રદર્શન એકંદરે હકારાત્મક રહ્યું છે. આ સમયગાળામાં ભારતની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 17.22 અબજ ડોલર નોંધાઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના 16.05 અબજ ડોલરની સરખામણીએ 7.28 ટકા વધુ છે. ખાસ કરીને ઓક્ટોબરમાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 10.50 ટકા વધીને 1.13 અબજ ડોલર થઈ છે, જ્યારે સોનાનાં સાદાં અને જડિત ઘરેણાંની નિકાસ 48.20 ટકાના ઉછાળા સાથે 1.26 અબજ ડોલરે પહોંચી છે. તેમાં પણ જડિત સોનાનાં ઘરેણાંની નિકાસમાં 67.30 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં 10% વૃદ્ધિની આશા નિકાસના આ ઉત્સાહજનક આંકડા અંગે GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, જો વર્તમાન નિકાસ ગતિ જળવાઈ રહેશે તો નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં કુલ નિકાસમાં 10 ટકાની વૃદ્ધિ હાંસલ થવાની પૂરી આશા છે. તેમના મતે, પોલિશ્ડ હીરાના વેપારમાં થઈ રહેલો સુધારો, આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળી રહેલા નવા ઓર્ડર અને હીરાના ભાવમાં આવેલી સ્થિરતા સમગ્ર ઉદ્યોગ માટે અત્યંત સકારાત્મક સંકેત છે. હોંગકોંગ અને બેલ્જિયમ તરફ વેપાર પ્રવાહ વધ્યો ઉદ્યોગ અગ્રણી અને કિરણ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ લાખાણીએ નિકાસ વધારા પાછળનાં કારણો સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, હાલમાં હોંગકોંગ અને બેલ્જિયમ તરફ ભારતીય હીરાનો વેપાર પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. વધુમાં, જો યુએઈમાં વેપારની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય બનશે તો મધ્યપૂર્વ ફરી એકવાર ભારત માટે મહત્ત્વનું નિકાસ કેન્દ્ર બની શકે છે. જોકે, સોના-ચાંદીના ઊંચા ભાવને કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાલ ઓર્ડરની માત્રા અંગે થોડી સાવચેતી રાખી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરવા(હ)માં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ:સુલિયાત ચોકડી ખાતે 151મી જન્મજયંતિએ જનજાતીય ગૌરવ દિવસ યોજાયો
    Next Article
    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં:સ્થાનિકોએ CPR આપ્યો પણ બંને સગીરનો જીવ ન બચ્યો, વિસાવદરમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment