Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં:સ્થાનિકોએ CPR આપ્યો પણ બંને સગીરનો જીવ ન બચ્યો, વિસાવદરમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

    11 hours ago

    વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગીર માસીયાઈ ભાઈના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર બંને સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. મૃતકોની ઓળખ 15 વર્ષીય વિરાજગીરી અતુલગીરી અને 16 વર્ષીય જેનીલગીરી બ્રિજેશગીરી તરીકે થઈ છે. મેંદરડા તરફ જતા બાઈકને કારે અડફેટે લીધું આ બંને સગીર બાઈક પર સવાર થઈને કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુબા રાવણી ગામ નજીક સામેથી આવી રહેલી કાર અને તેમના બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટના સમયે હાજર લોકોએ સગીરોને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ છતાં જીવ બચાવી શક્યા નહોતા. બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા ​ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમયે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ ટ્રાફિક વ્યવૂર્વવત કર્યો હતો. કાર ચાલકની બેદરકારી અથવા અન્ય કારણોસર આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બે ભાઈઓના મોતથી પરિવારમાં કલ્પાંત આ કરૂણ દુર્ઘટનાના સમાચાર મળતાં જ મૃતક યુવકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. એકસાથે બે સગીરના મોતથી કુબા રાવણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સોનાના જડિત ઘરેણાં અને પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી:ક્રિસમસ પહેલાં હીરા-ઝવેરાતની નિકાસમાં 34.01 ટકાનો તોતિંગ ઉછાળો, ઓક્ટોબરમાં એક્સપોર્ટ 27,862.82 કરોડે પહોંચ્યું
    Next Article
    નશાની હાલતમાં બસ ચલાવતો ડ્રાઈવર સસ્પેન્ડ:બેચરાજીમાં ભરત ગઢવી મુસાફરોને રઝળતા મૂકી નાસી છૂટ્યો હતો, પકડાયા બાદ STની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment