Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવા-ઇસનપુર રોડ પર કારે લોડિંગ-રિક્ષાને ટક્કર મારી, ત્રણને ગંભીર ઈજા:કાર કેનાલની દીવાલમાં ઘુસી ગઈ, ફર્નિચરનો સામાન ઉતારીને પરત ફરતા હતા

    11 घंटे पहले

    અમદાવાદના વટવા-ઇસનપુર રોડ પર પુરઝડપે આવેલ કાર ચાલકે ફર્નિચરનો સામાન ખાલી કરીને પરત ફરી રહેલી લોડિંગ રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેથી રિક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ કાર કેનાલની દીવાલમાં ઘુસી ગઈ હતી. લોકો ભેગા થતા કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્રણેય સામાન ઉતારીને રિક્ષામાં પરત દાણીલીમડા જતા હતા ​દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહમદ શાલર લાલમોહમદ શેખ અને તેમના મિત્ર મુનાફ યુસુફભાઈ શેખ ગત 14 નવેમ્બરની રાત્રે દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે આવેલી ન્યુ લકી ફર્નિચરની દુકાને હાજર હતા. તે દરમિયાન લોડિંગ રિક્ષાના ડ્રાઈવર વસીમ સલીમભાઈ લીલગરે ફર્નિચરનો સામાન વટવા નવાપુરા ખાતે ઉતારવા જવાનું કહી મજૂરી માટે બોલાવ્યા હતા. ​ ત્રણેય જણા સામાન ઉતારીને રિક્ષામાં પરત દાણીલીમડા જઈ રહ્યા હતા. તે દરમિયાન વટવા ઇસનપુર રોડ પર ગેબનશા પીર દરગાહ કેનાલ ચાર રસ્તા પાસે પોહચ્યા ત્યારે પાછળથી પુરઝડપે આવેલ વરના કાર ચાલકે લોડિંગ રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં સવાર ત્રણેય રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. કાર કેનાલની દિવાલ સાથે અથડાઈને રોકાઈ ગઈ આ ટક્કરને કારણે રિક્ષાની પાછળની બોડીનો ભાગ છૂટો પડી ગયો હતો અને રિક્ષા ફુટપાથને અથડાઈને ઉભી રહી ગઈ હતી. બીજી તરફ, અકસ્માત સર્જનાર કાર કેનાલ પાસેના ઇલેક્ટ્રીક થાંભલા તથા કેનાલની દિવાલ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી અને કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કાર મહેસાણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીને ગાંધીનગરમાં મળવા મુદ્દે બળદેવજી ઠાકોરનો ખુલાસો:કોંગ્રેસના પૂર્વ MLAએ કહ્યું-પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ, હું રાહુલ ગાંધીનો બબ્બર શેર છું
    Next Article
    ભાવનગરમાં લુખ્ખા તત્વોનો આતંક:સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી, ઈજાગ્રસ્ત સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment