Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીને ગાંધીનગરમાં મળવા મુદ્દે બળદેવજી ઠાકોરનો ખુલાસો:કોંગ્રેસના પૂર્વ MLAએ કહ્યું-પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ, હું રાહુલ ગાંધીનો બબ્બર શેર છું

    15 hours ago

    કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હોવાની ચર્ચાને ખોટી ગણાવીને ખુલાસો કરવો પડ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું કોંગ્રેસનો સૈનિક છું, રાહુલ ગાંધીનો બબ્બર શેર છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મારી રાજકીય કારકિર્દી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બળદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, તેઓ થોળ તળાવના પ્રશ્નને લઈને અર્જુન મોઢવાડિયાનો સમય માગીને તેમના બંગલે મળવા ગયા હતા. આ મુલાકાત પણ લોકપ્રશ્નના સંદર્ભમાં જ હતી. 'મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ' બળદેવજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે, કેટલાક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. આ અહેવાલોને પડકારતાં તેમણે કહ્યું કે, કોઈ એક એવો પુરાવો રજૂ કરો કે હું નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયો છું. જો તમારી પાસે પુરાવો હોય તો મને આપજો, હું મારું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. તેમણે આક્ષેપ કર્યો કે, ખોટા સમાચાર પ્રસિદ્ધ કરીને તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસમાં જ રહેવાની પણ સ્પષ્ટતા કરી જમીન અંગેની ચર્ચાના અહેવાલો પર પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કલોલ તાલુકામાં હજારો કરોડ રૂપિયાની જમીન ખેડૂતોને પરત અપાવવામાં આવી છે અને તેના દાખલા પણ ઉપલબ્ધ છે. ખેડૂતોના હિતમાં તેમણે કામ કર્યું છે. વધુમાં તેમણે સ્વીકાર્યું કે, તેઓ લોકઉપયોગી કામ લઈને અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા, પરંતુ તેનો અર્થ રાજકીય પક્ષ બદલવાની અટકળો કરવો યોગ્ય નથી. અંતમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસમાં જ રહેવાની અને પક્ષને મજબૂત બનાવવા માટે સતત લડતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ------------------ આ પણ વાંચો… PMએ ચાલુ ડિનરમાં ઉભા થઈ મંત્રીઓ સાથે શું વાત કરી?, એરપોર્ટ પર જૂના જોગીઓ સાથે બેઠક; મોદીની ગુજરાત મુલાકાતમાં શું રંધાયું? ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી, જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું. ડિનર દરમિયાન વડાપ્રધાન મોદી માત્ર એક જ જગ્યાએ બેસી રહ્યા નહોતા, પરંતુ મંત્રીઓના ટેબલ પર જઈને તેમની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ લોકભવન ખાતે પહોંચ્યા હતા… વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    એક્સ-મુસ્લિમ યુટ્યુબરનો દાવો- 12 લોકોએ માર માર્યો:ભાગ્યો ન હોત તો મારી નાખત; ઈજા બતાવીને કહ્યું- હવે ઈસ્લામની હકીકત જણાવીશ; મુંબઈની ઘટના
    Next Article
    વટવા-ઇસનપુર રોડ પર કારે લોડિંગ-રિક્ષાને ટક્કર મારી, ત્રણને ગંભીર ઈજા:કાર કેનાલની દીવાલમાં ઘુસી ગઈ, ફર્નિચરનો સામાન ઉતારીને પરત ફરતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment