Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનખેતરામાં ખાણ-ખનિજ સર્વે સામે ગ્રામજનોનો રોષ,:માનખેતરામાં સર્વે સામે ખેડૂતોનો આક્રોશ: ફળદ્રુપ જમીન બચાવવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર, આસપાસના 12 ગામોમાં આંદોલન વ્યાપક બનાવવાની ચેતવણી

    13 hours ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા માનખેતરા ગામે ખાણ-ખનિજ વિભાગની કામગીરી સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની પવિત્ર માતૃભૂમિ અને સોના જેવી ઉપજાવ જમીન બચાવવા માટે સમગ્ર ગામના લોકો હવે આરપારના મૂડમાં આવી ગયા છે. અગાઉ તંત્ર દ્વારા હાથ ધરાયેલા પથ્થર અને ખનિજના સર્વે સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી મામલતદાર, જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનિજ વિભાગને આવેદનપત્રો સુપ્રત કર્યા હતા. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે માનખેતરા ગામે એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરીને પ્રશાસન સામે લડતનું શંખનાદ કરવામાં આવ્યું છે. ​ખેડૂતોએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો બળજબરીથી સર્વે કરવાનો પ્રયાસ થશે તો આ લડાઈ વધુ આક્રમક બનશે. આસપાસના તમામ 12 ગામોમાં તાત્કાલિક ગ્રામસભા બોલાવીને આ વિરોધને સમગ્ર તાલુકા સ્તરે જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે. આ વિસ્તારની જમીન અત્યંત ફળદ્રુપ હોવાથી ત્યાં નાળિયેરી, મગફળી, ચણા અને ચીકુ જેવા રોકડિયા પાકો લહેરાઈ રહ્યા છે. માત્ર 2 થી 5 વીઘા જમીનમાં 15 જેટલા પરિવારો મહેનત કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. જો આ જમીનો ખાનગી કંપનીઓને સોંપી દેવાય તો ખેડૂતો પાયમાલ થઈ જશે અને લીલીછમ જમીન બંજર બનવાની સાથે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચશે. ​આ અંગે માનખેતરા ગામના ખેડૂત વાલભાઈ ખેરે જણાવ્યું હતું કે, અગાઉ ભારત સરકાર અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા ખાનગી કંપનીને સર્વે માટે મોકલાયેલ, જેને અમે અટકાવ્યો હતો અને મામલતદારને આવેદન આપ્યું હતું. બાદમાં કલેક્ટર, મામલતદાર અને સરપંચો સાથે બેઠક પણ યોજાઈ હતી. પરંતુ અમે માંગરોળ તાલુકાના કોઈ પણ ગામમાં સર્વે કરવા દેવા માંગતા નથી. નાની જમીનમાં અનેક કુટુંબોનો નિર્વાહ ચાલે છે, તેથી જો કંપનીને જમીન સોંપાશે તો ફળદ્રુપ જમીન બંજર બનશે અને નાના ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જશે, જેથી અમે કોઈપણ ભોગે સર્વે થવા દેશું નહીં. ​સ્થાનિક અગ્રણી ધ્રુવિલ ખેરે જણાવ્યું હતું કે અમે સર્વેના વિરોધમાં ગ્રામસભા બોલાવીને કોઈ પણ સર્વે ન થવા દેવાનો અણનમ ઠરાવ પસાર કર્યો છે. ત્રણ મહિના પહેલા થયેલા સર્વે સામે અમે તમામ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો પાઠવ્યા છે. અમારી ફળદ્રુપ જમીન પર જ ખેડૂતોનો સંપૂર્ણ આધાર છે અને ખેતી સિવાય અમારી પાસે કોઈ અન્ય આજીવિકા નથી. આ પ્રશ્ન આખા પરિસરના ૧૨ ગામોનો હોવાથી દરેક ગામમાં ગ્રામસભા બોલાવી ઠરાવ પસાર કરાશે. ​તેમજ ખેડૂત અગ્રણી રામભાઈ કરમટાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગામે એકઠા થઈને ખાણ-ખનિજ સર્વે સામે સખત અવાજ ઉઠાવ્યો છે. અહીંના મોટાભાગના ખેડૂતો નાના અને મજૂર વર્ગના છે, જેમના ચીકુ અને મગફળીના બગીચા આવેલા છે. અમે આપણી કિંમતી જમીન કોઈ પણ સંજોગોમાં ખાનગી કંપનીઓને વેડફાવા દઈશું નહીં અને આ સર્વેનો છેવટ સુધી વિરોધ કરતા રહીશું.
    Click here to Read More
    Previous Article
    કદવાલના પાની ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:ગુજરાત સરકારની વિકાસ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે પહોંચાડવા માટે આયોજન
    Next Article
    ગિફ્ટસિટી સિગ્નેચર બ્રિજ પાસે રખડતાં ઢોરે વધુ એકનો ભોગ લીધો:PDEUના કર્મચારીનું એક્સેસ ગાય સાથે અથડાતા 5 દિવસની સારવાર બાદ મોત, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment