Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સિવિલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ:CM સેતુ યોજના હેઠળ દર્દીઓને લાભ મળશે

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાઓ CM સેતુ યોજના અંતર્ગત શરૂ કરાઈ છે, જેમાં નિષ્ણાત તબીબો દિવસમાં ત્રણ-ત્રણ કલાક ઓપીડી લેશે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, દર્દીઓની સુવિધા માટે વિવિધ નિષ્ણાત તબીબોની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ માટે ઓપીડીના દિવસો અને સમયની વિગતો જાહેર કરાઈ છે. નેફ્રોલોજીસ્ટની ઓપીડી નંબર-09માં સોમવારથી શુક્રવાર બપોરે 2 થી 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી રહેશે. કાર્ડિયોલોજીસ્ટની ઇકો રૂમમાં ઓપીડી મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે બપોરે 2 થી 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની ઓપીડી મંગળવાર અને શુક્રવારે બપોરે 2 થી 5 વાગ્યા સુધી તેમજ શનિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી રહેશે. ન્યુરોસર્જનની ઓપીડી નંબર-04માં સોમવારથી શનિવાર સવારે 9 થી 12 વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરવામાં આવશે. યુરો સર્જનની ઓપીડી મંગળવાર, બુધવાર અને શુક્રવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે. દર્દીઓ આ ઓપીડીના સમયપત્રક મુજબ નિર્ધારિત દિવસ અને સમયે નિષ્ણાત તબીબની સેવા મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    અમરાઈવાડીમાં પરિણીતાનુ ઈન્સ્ટાગ્રામ હેક કરી બદનામી:બીજા મોબાઈલમાં લોગીન કરી પરિવારની મહિલાઓના ફોટો-મેસેજ સંબંધીઓને મોકલતાં ફરિયાદ
    Next Article
    Shikhar Dhawan's Ultimate Tribute To Lionel Messi As Argentina's No. 10 Retires

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment