Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા:વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિત દિવંગતોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન

    1 week ago

    જામનગરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી તેમજ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સંઘો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.આ કાર્યક્રમો અંતર્ગત, મેહુલ નગર ખાતેના ગૌ સેવા કેન્દ્રમાં મૂંગા ઢોરોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રીમતી પીનીબાઈ ગૌશાળા કેન્દ્ર લાખાબાવળ અને ચાપા બેરાજા ગૌશાળામાં પશુઓ માટે ઘાસચારાનું વિતરણ પણ કરાયું હતું.માનવ સેવાના ભાગરૂપે, દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે દિવ્યાંગ બાળકોને મિષ્ટાન સહિત ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. લાલ બંગલા પાસે આવેલી પોપટધારશી જૈન બોર્ડિંગ ખાતે છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.વધુમાં, સતવારા સમાજની વાડી, ધુવાવ ખાતે ડેન્ટલ ફ્રી ચેકઅપ કેમ્પ અને ટ્રીટમેન્ટનું આયોજન કરાયું હતું. પાંજરાપોળ ગૌશાળામાં લાડવા અને ઘાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોમાં જૈન સમાજના અગ્રણીઓ નિલેશભાઈ કગથરા, બિનાબેન કોઠારી, ભરતભાઈ વસા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કુકરાણા મંડળીમાં 1.20 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો:8 સભાસદોના નામે ખોટું ધિરાણ; તત્કાલીન મંત્રી-પ્રમુખ સામે છેતરપિંડી ફરિયાદ
    Next Article
    પૂર્વ CM વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ:પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સોમનાથમાં સોમેશ્વર પૂજા અને અન્નદાનનું આયોજન; પ્લેનક્રેશના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment