Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરાણા મંડળીમાં 1.20 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો:8 સભાસદોના નામે ખોટું ધિરાણ; તત્કાલીન મંત્રી-પ્રમુખ સામે છેતરપિંડી ફરિયાદ

    1 week ago

    પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડના તત્કાલીન મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ₹1,20,19,868 ની નાણાકીય ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો સભાસદોના નામે મેળવેલા ધિરાણ અને ઘાસચારાના નાણાંની ગેરરીતિ બદલ નોંધાયો છે. કુકરાણા, તાલુકો હારીજ, જિલ્લા પાટણ ખાતે આવેલી આ મંડળીમાં વર્ષ 2014 થી 2019 દરમિયાન નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો તપાસણી અહેવાલમાં ખુલાસો થયો છે. તત્કાલીન મંત્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલાએ સભાસદોના નામે ધિરાણ, વ્યાજ અને ફડચા ચાર્જ સહિત ₹33,05,758 તથા ઘાસચારાના ₹2,31,880 મળી કુલ ₹35,37,638 ની ઉચાપત કરી હતી. તત્કાલીન પ્રમુખ હરગોવનભાઈ ડાહ્યાભાઈ પટેલે ધિરાણ મુદ્દલ અને વ્યાજ સાથે ₹8,45,156 ની ગેરરીતિ આચરી હતી. આ ઉપરાંત, મંત્રી અને પ્રમુખે સંયુક્ત રીતે ધિરાણ મુદ્દલ અને વ્યાજ સહિત ₹76,37,074 ની ઉચાપત કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ બંને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચી મંડળીના કુલ ₹1,20,19,868 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. આ રકમ ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, મહેસાણામાં મંડળીના બેંક લોન ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી. મંડળીના 35 સભાસદોના નામે મધ્યસ્થ બેંકની હારીજ શાખામાંથી પાક ધિરાણ મેળવી, તે રકમ સભાસદો પાસેથી વસૂલ કર્યા પછી પણ બેંકમાં જમા ન કરાવી મંડળી અને બેંક સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઘાસચારા ધિરાણ ખાતાના 8 સભાસદોએ આવું કોઈ ધિરાણ લીધું ન હોવા છતાં તેમના નામે ખોટું ધિરાણ દર્શાવી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ અંગે સહકારી મંડળીઓના તપાસણી અધિકારીના અહેવાલ અને જિલ્લા રજિસ્ટ્રાર, પાટણના આદેશ અનુસાર ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી. જેના આધારે ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, મહેસાણાના ઉચ્ચક વેતન અધિકારી પિયુષભાઈ કાનજીભાઈ ચૌધરીએ હારીજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલા અને હરગોવનભાઈ ડાહ્યાભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406, 408, 114 અને 120-બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી:યાત્રિક સુવિધાઓ અને સ્ટેશન વિકાસ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી
    Next Article
    જામનગરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા:વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિત દિવંગતોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment