Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી:યાત્રિક સુવિધાઓ અને સ્ટેશન વિકાસ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી

    1 week ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે યાત્રિક સુવિધાઓ અને સ્ટેશનના વિકાસ અંગે રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી. ભાવનગર ડિવિઝનના સૌથી વ્યસ્ત સ્ટેશનો પૈકી એક બોટાદ રેલવે સ્ટેશન પર દરરોજ અંદાજે 10 થી 12 હજાર મુસાફરોની અવરજવર રહે છે. મુલાકાત દરમિયાન, ધારાસભ્યએ રેલવે મેનેજર સાથે સ્ટેશન પર અમૂલ સહિતના નવા સ્ટોર શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે યાત્રિકો, સ્ટોલ ધારકો અને રિક્ષા ચાલકો સાથે પણ સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો જાણ્યા હતા. રિક્ષા ચાલકો માટે રેલવે સ્ટેશન સામે રિક્ષા સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્યએ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ પણ રજૂ કરી હતી. જેમાં બોટાદ-ધાંગધ્રા ડેમો ટ્રેનને બાકીના સમયમાં બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર દોડાવવી, ભાવનગર-બોટાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન શરૂ કરવી અને પ્લેટફોર્મ નંબર-2ને 200 મીટર સુધી લંબાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગાંધીગ્રામ ખાતે રાત્રિ રોકાણ કરતી લાંબા અંતરની ટ્રેનોને બોટાદ સુધી લંબાવવા, બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવા અને બોટાદ-ભાવનગર ટ્રેન નંબર 59204ને સુરેન્દ્રનગર સુધી વિસ્તૃત કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ માંગણીઓ પૂર્ણ થવાથી બોટાદ જિલ્લાના મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને ઝડપી રેલવે સેવાઓનો લાભ મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પારસીઓ વરસાદ માટે ઘી ખીચડીનો જમણવાર કરે છે:બમન માસમાં ઘરે ઘરે સીધું ઉઘરાવી વરુણદેવને રીઝવે છે; વર્ષો જૂની પરંપરાનું વહન કરતા યુવાનો
    Next Article
    કુકરાણા મંડળીમાં 1.20 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો:8 સભાસદોના નામે ખોટું ધિરાણ; તત્કાલીન મંત્રી-પ્રમુખ સામે છેતરપિંડી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment