Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારસીઓ વરસાદ માટે ઘી ખીચડીનો જમણવાર કરે છે:બમન માસમાં ઘરે ઘરે સીધું ઉઘરાવી વરુણદેવને રીઝવે છે; વર્ષો જૂની પરંપરાનું વહન કરતા યુવાનો

    1 week ago

    નવસારી: વરસાદની અછત વચ્ચે, પારસી સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા માટે એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. બમન માસ દરમિયાન, પારસી યુવાનો ઘરે ઘરે ફરીને ચોખા, દાળ, તેલ અને ઘી જેવી સામગ્રીઓ એકત્રિત કરે છે. આ સામગ્રીઓમાંથી સમૂહમાં ઘી ખીચડી બનાવીને જમણવાર કરવામાં આવે છે. પારસી સમાજમાં બમન માસને પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ માસમાં, હિન્દુ ધર્મની જેમ કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. સમયસર વરસાદ વરસે તે માટે, યુવાનો પરંપરાગત ગીતો ગાતા-ગાતા સામગ્રીઓ એકઠી કરે છે. આશરે 120 વર્ષ જૂની આ પરંપરા વારસાગત રીતે ચાલી રહી છે. ઈરાનમાં આવેલી આપત્તિને કારણે પારસીઓ હજારો વર્ષ પહેલાં ભારત આવ્યા હતા. તેઓ દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા. સંજાણથી તેઓ નવસારી તરફ આગળ વધ્યા, જ્યાં તેમને ઈરાનના 'સારી' શહેર જેવો નજારો જોવા મળ્યો. આથી તેમણે આ સ્થળને 'નવું સારી' નામ આપ્યું, જે આજે નવસારી તરીકે ઓળખાય છે. પારસી સમાજ દયાળુ અને દાનવીર ગુણો માટે જાણીતો છે. આ પરંપરા મુખ્યત્વે નવસારીના પારસી સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે. આ સામૂહિક જમણવાર દ્વારા યુવાનો, બાળકો અને વૃદ્ધો સહિત સમાજના તમામ સભ્યો એકતાનો સંદેશ આપે છે. વરસાદ વરસે તો જ અનાજ પાકે અને માનવજીવન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષો જૂની આ પરંપરા આજે પણ યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવી છે. પારસી યુવાન પરસી કહે છે કે આજે જેવી રીતે હિન્દુઓમાં શ્રાવણ માસનું મહત્વ છે તેવી રીતે પારસીઓમાં આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે બમણ મહિનો અને બમણ રોજ છે એટલે રોજ એટલે દિવસ તિથિ પ્રમાણે આજે પારસીઓ નોનવેજ આખા મહિના દરમિયાન નોનવેજનો ત્યાગ કરે છે અને પારસીઓ આ દિવસે બધા ભેગા થાય છે અને લોકોના ઘરે ઘરેથી અનાજ ભેગું કરે અને એક જગ્યાએ ભેગા થાય એની રસોઈ બનાવી અને પ્રાણીઓને પહેલા ખવડાવવામાં આવે છે. આ તહેવાર અજોડ છે એટલા માટે કે નવસારીમાં રહેતા પારસીઓ ઉપરાંત હિન્દુઓ પણ એટલા જ ઉત્સાહભેરથી ભાગ લઈને પોતાનું બનતું કોન્ટ્રીબ્યુશન કરે છે. અને આ તહેવાર એવો અજોડ છે કે નવસારી સિવાય ગુજરાત તથા ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ એ ઉજવાતો નથી અને વર્ષોથી આ ચાલી આવેલી પરંપરાનું મહત્વ એ છે કે ખાસ કરીને જ્યારે મે મહિનામાં પુષ્કળ ગરમી અને તપતી ધરતી હોય ત્યારે વરસાદને રીઝવવા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. અને દર વર્ષે એવું અનુભવાયેલું છે કે વરસાદના છાંટા બે ત્રણ પડે જ છે અને ધરતી જે તૃપ્ત થાય છે ધરતીને શાંતિ થાય છે ધરતી ઠંડી પડે છે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢમાં દોરડાથી બાંધીને 7 વર્ષની 2 બાળકીઓ પર રેપ:ચોકલેટ આપવાના બહાને દુષ્કર્મ કર્યું, માતાએ કહ્યું- પોલીસ આરોપીને VIP સુવિધાઓ આપી રહી છે
    Next Article
    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી:યાત્રિક સુવિધાઓ અને સ્ટેશન વિકાસ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment