Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુ ચોરીમાં વપરાયેલી જીપ સાથે ચાલક ઝડપાયો:સાત આરોપી સામે ફરિયાદ, અનેક ગુના નોંધાયા

    1 week ago

    સાબરકાંઠા SOGએ હિંમતનગરના લાલપુર ગામ નજીકથી પશુ ચોરીમાં વપરાયેલ એક જીપ ડાલા સાથે તેના ચાલકને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGને મળેલી બાતમીના આધારે, હિંમતનગરથી વિજાપુર સ્ટેટ હાઈવે પર લાલપુર ગામ નજીકથી જીપ ડાલું નંબર GJ-08-AW-5835 વિજાપુરથી હિંમતનગર તરફ આવી રહ્યું હતું ત્યારે તેને અટકાવવામાં આવ્યું હતું. ચાલકની પૂછપરછ કરતા પશુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ચાલકે કબૂલ્યું હતું કે સાત દિવસ પહેલા રાત્રિના સમયે તેણે અન્ય છ સાથીદારો સાથે મળીને હિંમતનગર તાલુકાના જામળા ગામે એક તબેલામાંથી ત્રણ ભેંસની ચોરી કરી હતી. ચોરી કરેલી ભેંસો નાસતા ફરતા આરોપીઓને વેચી દેવામાં આવી હતી. ઝડપાયેલા ચાલકની ઓળખ નરસિંહજી સુડાજી ચમનજી ઠાકોર (રહે. નેસડા, તા. ભાભર, જિ. વાવ-થરાદ) તરીકે થઈ છે. તેની સામે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં બે, સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક, છાપી પોલીસ સ્ટેશનમાં એક, બાલીસણા પોલીસ સ્ટેશનમાં એક, વિસનગર પોલીસ સ્ટેશનમાં એક અને ભાભર પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ સાત ગુના નોંધાયેલા છે. આ કેસમાં અન્ય છ આરોપીઓ હજુ ફરાર છે. જેમાં અલ્પેશજી સુડાજી ચમનજી ઠાકોર (રહે. નેસડા, તા. ભાભર, જિ. વાવ-થરાદ) સામે ડીસામાં બે, નંદાસણ, ભાભરમાં બે, દિયોદર, વિસનગરમાં બે, મહેસાણા ગ્રામ્યમાં બે અને બાલીસણામાં બે મળી કુલ ૧૨ ગુના નોંધાયેલા છે. જ્યારે હિતેશ રામભા ગઢવી (રહે. ચીભડા, તા. દિયોદર) સામે સિદ્ધપુર, ઉનાવામાં બે, હળવદમાં બે, વાગડોદ, સંખેશ્વર અને હારીજ મળી પાંચ પોલીસ સ્ટેશનમાં આઠ ગુના નોંધાયેલા છે. અન્ય ફરાર આરોપીઓમાં અકબરઅલી વલીભાઈ ખોરજીયા (રહે. વેળાવપુરા, તા. ડીસા) સામે મહેસાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે. આ ઉપરાંત દોલતખાન બચલખાન (રહે. સેસન, તા. દિયોદર), અમઝદખાન કસાઈ અને દેવાભાઈ સરાણીયા પણ ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ CM વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ:પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સોમનાથમાં સોમેશ્વર પૂજા અને અન્નદાનનું આયોજન; પ્લેનક્રેશના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના
    Next Article
    કાલોલના ભદરોલી બુઝર્ગ ગામે હત્યારાએ દાટેલી લાશ પોલીસે બહાર કાઢી:પ્રેમ સબંધની ખબર પડતા ઝઘડાથી કંટાળીને પત્ની પ્રેમીને પતિની હત્યા કરવા દબાણ કરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment