Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલના ભદરોલી બુઝર્ગ ગામે હત્યારાએ દાટેલી લાશ પોલીસે બહાર કાઢી:પ્રેમ સબંધની ખબર પડતા ઝઘડાથી કંટાળીને પત્ની પ્રેમીને પતિની હત્યા કરવા દબાણ કરતી

    1 week ago

    કાલોલના ભદરોલી બુઝર્ગ ગામે આંડાસંબધે ભાભીના દબાણને વશ થઇને પિતરાઇ ભાઇએ પોતાના ભાઇની હત્યા કરીને ગામના તુટેલા ચેકડેમ પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી. પોલીસ મથકે ગુમ થયાની ફરીયાદ નોંધાતા પોલીસની તપાસમાં આંડાસંબધે હત્યા કરી હોવાનુ બહાર આવતા પોલીસે પિતરાઇ ભાઇ અને મૃતકની પત્નીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. કાલોલના ભાદરોલી બુઝર્ગ ગામનો રાજેશભાઇ નરવતસિંહ સોલંકી અને તેની પત્ની તેઓના કાકાના મકાનની બાજુમાં રહેતા હતા. રાજેશ બાજવા ખાતે નોકરી પર જતા 2-3 દિવસે ઘરે આવતો હતો. રાજેશભાઇની પત્ની શિલ્પાને બાજુમાં રહેતા કાકાના છોકરા ધમેન્દ્રસિંહ સોલંકી સાથે પ્રેમસંબધ થયો હતો. બંનેના આંડાસંબધની રાજેશભાઇને જાણ થતા અવાર નવાર ઝઘડા થતા હતા. ઝઘડાથી કંટાળીને શિલ્પાબેને તેના પ્રેમી ધર્મેન્દ્રને પોતાના પતિને મારી નાખવા દબાણ કરતી હતી. પ્રેમિકાના દબાણને વશ થઇને ધર્મેન્દ્ર રાજેશને મારી નાખવા તૈયાર થયો હતો. 4 તારીખે રાત્રે રાજેશ અને ધર્મેન્દ્ર રાત્રીના 10 વાગ્યાની આસપાસ જોડે હતા. ત્યારે બાદ રાજેશ ગુમ થઇ ગયો હતો. પરિવારે શોધખોળ કરવા છતાં રાજેશ મળી ના આવતા ગુમ થવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાજેશની પત્ની શિલ્પા સાથે ધર્મેન્દ્રને પ્રેમસંબધ હોવાની શંકાના આધારે ધર્મેન્દ્રની પુછપરછ કરતા હત્યાનો મામલો ખુલ્યો હતો.ધમેન્દ્ર રાજેશને ગામના તળાવ પાસે ઇંટ માથા ના ભાગે મારીને પડી જતા રાજેશને ધસડીને તળાવના તુટેલા ચેકડેમ પાસે લઇ જઇને ચેકડેમની દિવાલ સાથે માથુ પછાડીને મારી નાખ્યો હતો. રાજેશના મૃતદેહને ધર્મેન્દ્ર ચેકડેમ પાસે ખાડો ખોદીને દાટી દીધો હતો. પોલીસે મામલતદાર સહિતને સાથે રાખીને ધર્મેન્દ્રે બતાવેલી જગ્યા પર ખાડો ખોદીને રાજેશનો મૃતદેહ બહાર કાઢયો હતો. આંડાસંબધે પત્નીના કહેવાથી પિતરાઇ ભાઇએ ભાઇની હત્યા કરતા પોલીસે શિલ્પાબેન અને ધર્મેન્દ્ર સોલંકીની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. ખાડામાં લાશ ના આવતાં ટુકડા કરીને દાટી દીધી રાજેશની હત્યા 4 મેના રોજ હત્યા કર્યા બાદ 5 મીએ ધર્મેન્દ્ર સોલંકી બજારમાંથી ખાડા ખોદવાના સાધનો અને મીઠું ખરીદીને હત્યા કરેલ સ્થળે પહોચ્યો હતો. રાત્રે તુટેલા ચેકડેમ પાસે સાધનોથી ખાડો ખોદતા થાકી જતા નાના ખાડામાં મૃતદેહ મુકતા બહાર રહેતો હતો. જેથી ધર્મેન્દ્રએ મૃતદેહના હાથ પગ કાપીને લાશના 5 ટુકડા કરીને ખાડામાં નાખીને ગંધાય નહિ એટલે મીઠું નાખીને લાશને દાટી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    પશુ ચોરીમાં વપરાયેલી જીપ સાથે ચાલક ઝડપાયો:સાત આરોપી સામે ફરિયાદ, અનેક ગુના નોંધાયા
    Next Article
    Gujarat Weather Forecast | રાજ્યમાં 7 દિવસ પ્રિમોન્સૂન વરસાદની આગાહી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment