Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં, બેના મોત:વિસાવદરના કુબા રાવણી પાસે કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, રોડ પર લોહી જ લોહી

    6 hours ago

    વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગીર માસીયાઈ ભાઈના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે. કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહેલા ટુ-વ્હીલરને કારે અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બે માસી-માસેરા ભાઈઓના અકાળે મોત થયા છે. મેંદરડા તરફ જતા ટુ-વ્હીલરને ફોર-વ્હીલરલ કારે અડફેટે લીધું વિરાજગીરી અતુલગીરી અને જેનીલગીરી બ્રિજેશગીરી નામના બંને સગીર ટુ-વ્હીલર પર સવાર થઈને કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુબા રાવણી ગામ નજીક સામેથી આવી રહેલી કાર અને તેમના ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સગીરને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. બે માસી-માસેરા ભાઈઓના મોતથી પરિવારમાં કલ્પાંત અકસ્માતમાં જીવ ગુમાવનારા વિરાજગીરી અને જેનીલગીરી બંને સંબંધમાં માસી-માસેરા ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ કરૂણ દુર્ઘટનાના સમાચાર મળતાં જ મૃતક યુવકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ તેમજ ઘરે ભારે કલ્પાંત છવાયો હતો. એકસાથે બે સગીરના મોતથી કુબા રાવણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રતલામ કેફે-મકાનમાં સર્ચ:આરોપીએ રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી, MPથી મટિરિયલ મંગાવતો; ગૂગલ પર સર્ચ કરી ઘરે ભોંયરામાં ડ્રગ્સ બનાવતો
    Next Article
    ઉચ્છલમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી:મંત્રી જયરામ ગામીતના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ અને જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન; લાભાર્થીઓને સરકારી યોજનાના લાભોનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment