Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રતલામ કેફે-મકાનમાં સર્ચ:આરોપીએ રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી, MPથી મટિરિયલ મંગાવતો; ગૂગલ પર સર્ચ કરી ઘરે ભોંયરામાં ડ્રગ્સ બનાવતો

    11 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરખેજ પોલીસે આજે 15 નવેમ્બરના રોજ સવારે દરોડો પાડી MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી. જુહાપુરામાં લબ્બેક પાર્કના L-2/13 નંબરના મકાનના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવાનું કરોડો રૂપિયાનું રો-મટિરિયલ મળી આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીને 'ઓપરેશન સિન્થેટિક ડ્રગ' નામ આપવામાં આવ્યુું હતું. પોલીસે એમ.એમ પઠાણ અને તેની પત્નીની અટકાયત કરી. આરોપી છેલ્લા એક મહિનાથી ભોંયરામાં ડ્રગ્સ બનાવતો હતો. NCB અને સ્થાનિક પોલીસ દ્વારા YMCA ક્લબથી SP રિંગ રોડ તરફ જવાના મુમતપુરા રોડ પર આવેલા આરોપીના રતલામ કેફે પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. NCBએ ત્રણ કલાક સુધી કેફેના કર્મચારીની પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારે કર્મચારી દેવરામે જણાવ્યું હતું કે, બે વર્ષથી અહીંયા કેફે ચાલુ કર્યું હતું, એ પહેલા મકરબામાં હતું. પહેલા ડ્રગ્સનો એડિક્ટ હતો, બાદમાં ફેક્ટરી શરૂ કરી આરોપી મુદ્દસર પઠાણ (એમ.એમ.પઠાણ) લબ્બેક પાર્કના મકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાડે રહેતો હતો. આરોપી અગાઉ ડ્રગ એડિક્ટેડ હતો. જે બાદ પેડલર બન્યો અને થોડા સમય અગાઉ જ ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે, પહેલી ડિલિવરી પહેલા જ ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. એટલું જ નહીં મકાનના એન્ટ્રી ગેટની સામે જ CCTV પણ લગાવવામાં આવ્યા હતા. આરોપી એમ.એમ.પઠાણ રતલામ મધ્ય પ્રદેશથી ડ્રગ્સ બનાવવાનું રો-મટિરિયલ લાવતો હતો. NCBની વધુ એક ટીમ મકાન પર પહોંચી હતી. આરોપીએ ડ્રગ્સ બનાવવાની રાજસ્થાનમાં ટ્રેનિંગ લીધી હતી:DCP ઝોન-7ના DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યા આસપાસ NCB અને સરખેજ પોલીસની ટીમ દ્વારા ફતેવાડી કેનાલ પાછળ લબ્બે પાર્કમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક અંડરગ્રાઉન્ડ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી આવી. આ ફેક્ટરીમાં ઘણા બધા ઈક્વિપમેન્ટો અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યા. મુદ્દસર પઠાણ નામનો શખ્સ MD બનાવવાના પ્રયત્નમાં હતો. પ્રતાપગઢ (રાજસ્થાન)માં તેણે કોઈ ફેક્ટરી કે કોઈ પ્રોસિઝર જોઈ હતી, ત્યારબાદ ગૂગલ પરથી ડાઉનલોડ કરી તેમાં શું પ્રોસિઝર છે તેની સ્ટડી કરી ઘરમાં પ્રયત્ન કર્યો હતો. એમડી કેવી રીતે બની શકે તેનો વારંવાર પ્રયત્ન કરતો હતો. છેલ્લા એક વર્ષથી વધારે સમયથી તે MD બનાવવાના પ્રયત્નમાં હતો, પરંતુ સફળતા મળી નથી. મોટાભાગનું રો-મટિરિયલ અમદાવાદથી ખરીદી કર્યું છે અને એકાદ મટિરિયલ રતલામ (મધ્ય પ્રદેશ)થી પણ ખરીદી કર્યું છે. પર્સનલ કન્ઝમ્પ્શન માટે જ આ ફેક્ટરી બનાવી છે અને તેમાં સારી ક્વોલિટીનું MD મેન્યુફેક્ચર કરી શકે તે ઈરાદાથી ફેક્ટરી બનાવી હતી. બ્રોમિન સહિત 20થી વધુ કેમિકલ મળ્યા. કેમિકલ્સની કેટલી ક્વોન્ટિટી છે અને કેટલી વેલ્યૂ છે તેની તપાસ ચાલી રહી છે અને FSLની ટીમને પણ બોલાવેલી. ઘરમાં તેની પત્ની પણ હાજર હતી. પ્રાથમિક તપાસમાં તેની કોઈ સંડોવણી સામે આવી નથી. ઘરમાં અન્ય કોણ કોણ હતું અને કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આરોપી એકલો જ કામ કરતો અને લેબોરેટરી ચલાવતો હતો. બીજો કોઈ માણસ હોય જે તેને સપ્લાય કરવા કે મેન્યુફેક્ચરિંગ કરવા મદદ કરતો હોય તેની પણ તપાસ થશે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. 9 નવેમ્બરે અમદાવાદના રાણીપમાં સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    UP में IAS जागृति अवस्थी का सरकारी अस्‍पताल में प्रसव, सोनभद्र DM चर्चित गौड़ ने शेयर की सेल्फी
    Next Article
    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં, બેના મોત:વિસાવદરના કુબા રાવણી પાસે કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, રોડ પર લોહી જ લોહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment