Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી:મંત્રી જયરામ ગામીતના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ અને જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન; લાભાર્થીઓને સરકારી યોજનાના લાભોનું વિતરણ

    6 घंटे पहले

    તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી પરંપરા મુજબ તીર-કામઠું અને આદિવાસી કોટી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું અનાવરણ અને પુસ્તકનું વિમોચન કાર્યક્રમના ભાગરૂપે ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશાલ ગામીત નામના યુવકે ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર પર લખેલા પુસ્તકનું મંત્રી જયરામ ગામીત સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ મહારાષ્ટ્રથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલું સંબોધન પણ નિહાળ્યું હતું. લાભાર્થીઓને સરકારી યોજનાના લાભોનું વિતરણ ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના લાભાર્થીઓને વન અધિકાર પત્ર સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રતિભાશાળી લોકોનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાના સંઘર્ષને યાદ કરાયો આ પ્રસંગે મંત્રી જયરામ ગામીતે ભગવાન બિરસા મુંડાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને યાદ કરી તેમના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના હક માટેના લડત વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરીને કેન્દ્રની મોદી સરકારે આદિવાસી સમાજના ગૌરવ અને સન્માનમાં વધારો કર્યો છે. આ સાથે તેમણે સરકારની વિવિધ યોજનાઓ અને આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી પણ આપી હતી. અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા સહિત ભાજપના પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી જનજાતીય ગૌરવની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોડ પર પટકાતા માસીયાઈ ભાઈના માથા ફાટી ગયાં, બેના મોત:વિસાવદરના કુબા રાવણી પાસે કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત, રોડ પર લોહી જ લોહી
    Next Article
    US Aviation Team To Visit India Tomorrow: Why The Safety Audit Matters

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment