Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસનપુરના બિરસા મુંડા ગાર્ડનમાં જન્મ જયંતીની ઉજવણી:મેયર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં, બારોટે કહ્યું-આદિવાસી સમાજના યોગદાનને યાદ કરવાનો અવસર

    6 hours ago

    અમદાવાદમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આજે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું. ઇસનપુર વિસ્તારમાં બિરસા મુંડા ગાર્ડન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસ એ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને યોગદાનને યાદ કરવાનો અવસર છે. આદિવાસી સમાજ એ ભારતની સંસ્કૃતિ અને વિરાસતનો અભિન્ન હિસ્સો છે. પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને જીવન જીવતા આ સમાજે દેશની આઝાદીથી લઈને રાષ્ટ્રના નિર્માણ સુધી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિકારીઓનું જીવન અને બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. આદિવાસી સમાજના સન્માન અને ઉત્થાન માટે સામૂહિક સંકલ્પનો અવસર PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા, સર્વાંગી વિકાસ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજની પરંપરાગત કળા, સંસ્કૃતિ, ભાષા અને વિરાસતને જાળવીને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સૌની જવાબદારી છે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી એ આદિવાસી સમાજના યોગદાનને યાદ કરવાની સાથે તેમના સન્માન અને ઉત્થાન માટે સામૂહિક સંકલ્પ કરવાનો અવસર છે. ‘અબુવા દિસુમ, અબુવા રાજ’નો નારો આપીને સ્વશાસન-સ્વાભિમાનનો સંદેશ આ ઉપરાંત કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ એ ભારતની સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાઓનો અમૂલ્ય વારસો છે. જંગલ, જમીન અને જળ સાથે આત્મીય સંબંધ ધરાવતો આ સમાજ પ્રકૃતિપ્રેમ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વાવલંબન અને સામૂહિક જીવનશૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આદિવાસી સમાજે દેશની સ્વતંત્રતા માટે પણ અનેક બલિદાનો આપ્યાં છે. ભગવાન બિરસા મુંડાએ ‘અબુવા દિસુમ, અબુવા રાજ’નો નારો આપીને સ્વશાસન અને સ્વાભિમાનનો સંદેશ આપ્યો હતો, જ્યારે માનગઢના ઐતિહાસિક બલિદાનને પણ દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજે જનજાતીય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજની અસ્મિતાનું સન્માન કરવાનો દિવસ નથી, પરંતુ તેમની ભાષા, બોલી, લોકકલા, લોકગીતો, લોકનૃત્યો, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનો સંકલ્પ કરવાનો દિવસ પણ છે. આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા અધિકારોનું જતન થાય અને તેમની આગામી પેઢી સુધી આ અમૂલ્ય વારસો પહોંચે તે માટે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ઉકાઈ ડેમના અસરગ્રસ્ત આદિવાસી પરિવારોના જમીન અધિકારોના પ્રશ્નના નિરાકરણ સહિત આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પણ આ દિશામાં મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં માજી સૈનિકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:જામનગર બ્રિગેડ, બોટાદ જિલ્લા સંગઠન અને 12 ગઢવાલ રેજિમેન્ટના સંયુક્ત ઉપક્રમે શહીદ પરિવારોનું સન્માન કરાયું
    Next Article
    રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન:પૂરપાટ આવતી કારે એક્ટિવાને અડફેટે લીધું, 50 વર્ષીય આનંદ સક્સેનાનું ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment