Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરના ડકવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:બાઇક સવાર કનાસ ગામના ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, બે ઇજાગ્રસ્ત; ટ્રક ચાલક ફરાર

    13 hours ago

    છોટા ઉદેપુરના ખડકવાડા ખાતે આજે સવારે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. કનાસ ગામના અશોકભાઈ રાઠવાનું મોત મળતી માહિતી મુજબ, કનાસ ગામના અશોકભાઈ રામસિંગભાઈ રાઠવા પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર ખડકવાડાથી કનાસ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા ટ્રકની અડફેટે બાઇક આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર અશોકભાઈ રાઠવાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બે વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે છોટા ઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર અકસાનત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં રંગપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષના ગઈકાલના પ્રદર્શન સામે 4 FIR:રાહુલે આજે વિપક્ષી નેતાઓને ચા માટે બોલાવ્યા; INDIA બ્લોક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
    Next Article
    Pakistan's Dual Messaging To Iran And Saudi Amid Escalating Houthi Attacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment