Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્સ ગ્રાઉન્ડ પર ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો:ઢોકળા અને ચિપ્સમાં કેન્સરજનક ફૂડ કલરનો ખુલ્લેઆમ ઉપયોગ, 50 કામચલાઉ સ્ટોલ પર એક્સપાયરી ડેટવાળી ચીજો નષ્ટ કરાઈ

    16 hours ago

    રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ રહેલા પારંપરિક જન્માષ્ટમી લોકમેળામાં મુલાકાતીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ પર આકસ્મિક દરોડા પાડીને વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રતિબંધિત કેમિકલયુક્ત ફૂડ કલર, વાસી ખોરાક અને અત્યંત હાનિકારક બળી ગયેલા તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં તંત્રએ સ્થળ પર જ મોટા જથ્થાનો નાશ કર્યો હતો. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવા અખાદ્ય પદાર્થોથી કેન્સર અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે, જ્યારે બીજી તરફ મેળો માણવા આવેલા જાગૃત નાગરિકોએ મનપાની ઢીલી નીતિ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે. બટાટાની ચિપ્સ અને ઢોકળામાં પ્રતિબંધિત ફૂડ કલરનો ઉપયોગ રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર કૌશિક સરવૈયાએ કાર્યવાહી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ લોકમેળામાં મુલાકાતીઓના સ્વાસ્થ્યના હિતમાં સવાર-સાંજ બંને સત્રમાં સઘન ફૂડ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે ઢોકળા તેમજ પોટેટો ચિપ્સ અને પોટેટો ટ્વિસ્ટર જેવી લોકપ્રિય વાનગીઓમાં આકર્ષક દેખાવ લાવવા માટે સિન્થેટિક ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ફૂડ સેફ્ટીના ધારાધોરણો મુજબ માત્ર અમુક ચોક્કસ મીઠાઈઓ સિવાય સામાન્ય ફરસાણ કે નાસ્તામાં આવા કલર વાપરવા પર સદંતર પ્રતિબંધ છે, જેથી આ તમામ રંગીન અખાદ્ય સામગ્રીનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. 25થી વધુ TPCવાળા ઝેરી તેલનો સ્થળ પર નિકાલ કરાયો ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા માપવા માટે અત્યાધુનિક ઉપકરણો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ પર વારંવાર ગરમ કરવામાં આવેલા તેલનું ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC) મૂલ્ય નિર્ધારિત 25 ટકાની સુરક્ષિત મર્યાદા કરતાં ઘણું વધારે મળી આવ્યું હતું. આ પ્રકારનું ઝેરી અને ગુણવત્તાવિહીન તેલ વારંવાર ગરમ કરવાથી તેમાં કેન્સરજનક તત્વો ઉત્પન્ન થાય છે, જે હૃદય અને પાચનતંત્રને કાયમી નુકસાન પહોંચાડે છે. આરોગ્ય ટીમે આવા તમામ સ્ટોલ પરથી કાળું પડી ગયેલું તેલ જપ્ત કરીને ફેંકી દીધું હતું અને વેપારીઓને તાજું તેલ વાપરવા કડક તાકીદ કરી હતી. 50 કામચલાઉ સ્ટોલનું દિવસમાં બે વખત ફિઝિકલ ચેકિંગ લોકમેળામાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 50 જેટલા વેપારીઓને તંત્ર દ્વારા ટેમ્પરરી ફૂડ લાયસન્સ ફાળવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ સ્ટોલ્સ પર વાસી ખોરાક, ઉઘાડી રાખેલી વાનગીઓ તેમજ એક્સપાયરી ડેટ વીતી ચૂકેલી સામગ્રી શોધવા માટે દરરોજ નિયમિત સવાર અને સાંજે ફિઝિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. મેળાની ભીડમાં ઉતાવળે પીરસાતા વાસી ખોરાકથી બાળકો અને વડીલોમાં ફૂડ પોઈઝનિંગ થવાનું મોટું જોખમ રહેલું હોવાથી કોઈપણ જાતની બાંધછોડ વગર શંકાસ્પદ ખાદ્યપદાર્થો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. મુલાકાતીઓનો પ્રશાસન સામે આક્રોશ લોકમેળામાં પરિવાર સાથે પહોંચેલા જાગૃત મુલાકાતી નિકિતાબેન પટેલે મેળામાં મળતા ભોજનની કથળેલી સ્થિતિ પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેળામાં મોંઘા ભાવ ચૂકવીને પણ શુદ્ધ ભોજન મળતું નથી અને અહીં અપાતો ખોરાક આરોગવો એટલે પૈસા ખર્ચીને સીધા મોતને નોતરું આપવા બરાબર છે. લોકોએ આવા કલરવાળા અને અસ્વચ્છ ખોરાકથી બચીને ઘરેથી જ નાસ્તો લાવવો હિતાવહ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાનું તંત્ર માત્ર દેખાડો કરવા પૂરતી કાર્યવાહી કરે છે અને કડક કાનૂની પગલાંના અભાવે જ વેપારીઓ લાપરવાહ બનીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ ભિલોડા ભવનાથ મંદિરે દર્શન કર્યા:શીતળા સાતમે પૂજા-અર્ચન કરી સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી
    Next Article
    પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 3 દીકરીના પિતાએ પોતાનું પેટ ચીરી નાખ્યું:પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ ગળી જતા માનસિક સંતુલન ગુમાવ્યું, ગાંધીનગરનો શોકિંગ કિસ્સો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment