Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ:જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

    12 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. છોટાઉદેપુર, જેતપુર પાવી અને સંખેડા વિધાનસભા વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી હતી. જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાનું સ્મરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 12થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં ભગવાન બિરસા મુંડા, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓની સામૂહિક સફાઈ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારની પણ સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સહિત જનપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો, ગ્રામજનો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સાથે મળીને સફાઈ કાર્ય કર્યું હતું. સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. સફાઈ અભિયાન બાદ જિલ્લાના સાધુ-સંતોના ઘરે જઈ તેમને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ભગવાન બિરસા મુંડા સહિત જનજાતિ સમાજના મહાન નાયકોના સંઘર્ષ, બલિદાન અને યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના બાંખોરમાં ભક્તિ અને જલારામ બાપાના જીવનચરિત્રની અમૃતવાણી:જલારામ બાપાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન, કરુણા, નિઃસ્વાર્થ સેવાની જીવંત ગાથા છે: મહારાજ
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:ઉમરાહ પ્રવાસ પર યુદ્ધનું ગ્રહણ : વિમાની સેવા ઠપ થતાં 500 ટિકિટ રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment