Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના બાંખોરમાં ભક્તિ અને જલારામ બાપાના જીવનચરિત્રની અમૃતવાણી:જલારામ બાપાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન, કરુણા, નિઃસ્વાર્થ સેવાની જીવંત ગાથા છે: મહારાજ

    12 hours ago

    જલારામ ફાઉન્ડેશન, બાંખોરના ઉપક્રમે લોકસેવા, ભક્તિ અને માનવતાના મૂલ્યોને જનમાનસમાં ઉજાગર કરવાના પવિત્ર આશય સાથે જલારામ ચરિત્ર કથાનું આયોજન કરાયું છે. જલારામ ધામ, જલારામ બાપા મંદિર, માનપુર–બાંખોર રોડ, હિંમતનગરમાં કથા વક્તા ભાવેશદાસજી મહારાજના મુખેથી જલારામ બાપાના જીવનચરિત્ર, ભક્તિભાવ, સેવાભાવ અને માનવતાના આદર્શોની અમૃતવાણી શ્રોતાજનોને શ્રવણ કરાવાઈ રહ્યું છે. ગુરુવાર, તા.12 નવેમ્બરથી કથાનો મંગલ પ્રારંભ થયો છે જ્યારે કારતક સુદ સાતમ, સોમવાર, તા.16નવેમ્બરના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. તા.12 થી 15 નવેમ્બર દરમિયાન દરરોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવે છે. જ્યારે તા.16 નવેમ્બરના રોજ જલારામ જયંતિના પાવન અવસરે કથાનો સમય બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કથા દરમિયાન દરરોજ બપોરે 1 વાગ્યાથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જલારામ બાપાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન, કરુણા અને નિઃસ્વાર્થ સેવાની જીવંત ગાથા છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીના માનવીય મંત્રને જીવનમાં ઉતારનાર જલારામ બાપાના ચરિત્રનું શ્રવણ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ જીવનમાં સેવા, સમર્પણ અને સદભાવનાના સંસ્કારોનું સિંચન છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા પોતાના બે સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવતા ઝઘડો:તલોદના આંત્રોલીમાં વિધવાને આશરો આપનાર યુવક પર લાકડીઓથી હુમલો
    Next Article
    છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ:જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment