Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા પોતાના બે સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવતા ઝઘડો:તલોદના આંત્રોલીમાં વિધવાને આશરો આપનાર યુવક પર લાકડીઓથી હુમલો

    12 hours ago

    તલોદના આંત્રોલી (દોલજીવાસ)માં વિધવા સાથેના પ્રેમસંબંધ અને તેને ઘરમાં આશરો આપવાની અદાવત રાખી સાસરી પક્ષના સભ્યોએ યુવક પર લાકડીઓ વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે તલોદ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આંત્રોલીમાં રહેતા 38 વર્ષીય કિર્તનસિંહ હીરસિંહ ઝાલાની પત્ની છેલ્લા 15 વર્ષથી માનસિક રીતે બીમાર છે. દરમિયાન, ગામમાં જ રહેતા મંજુલાબેન પરમારના પતિનું દોઢ વર્ષ અગાઉ અવસાન થતાં તેઓ છેલ્લા 10 મહિનાથી કિર્તનસિંહના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી મંજુલાબેન પોતાના 2 સંતાનો સાથે છેલ્લા બે દિવસથી કિર્તનસિંહના ઘરે રહેવા આવ્યા હતા. આ વાત મંજુલાબેનના સાસરી પક્ષના લોકોને પસંદ ન પડતાં વિવાદ સર્જાયો હતો. ગત તા.13-11-26ના રોજ બપોરે 12:00 વાગ્યાના સુમારે મહિલાના સાસરી પક્ષના અર્જુનસિંહ પરબતસિંહ પરમાર, રોહિતસિંહ બળવંતસિંહ પરમાર અને કોકીલાબેન બળવંતસિંહ પરમાર અને પિયર પક્ષના સહિતના લોકો કિર્તનસિંહના ઘરે પહોંચ્યા હતા. તેઓ મંજુલાબેનને પિયરમાં પરત લઈ જવા માટે દબાણ કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા. કિર્તનસિંહે તેનો વિરોધ કરતાં ઉશ્કેરાયેલા ત્રણેય જણાએ અમારા ઘરની ઈજ્જત ઉછાળે છે તેમ કહી લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:પોશીનાના દંત્રાલમાં સમાધાન બેઠકમાં ન આવતાં બે ભાઈઓ પર કુહાડીથી હુમલો
    Next Article
    હિંમતનગરના બાંખોરમાં ભક્તિ અને જલારામ બાપાના જીવનચરિત્રની અમૃતવાણી:જલારામ બાપાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન, કરુણા, નિઃસ્વાર્થ સેવાની જીવંત ગાથા છે: મહારાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment