Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:પોશીનાના દંત્રાલમાં સમાધાન બેઠકમાં ન આવતાં બે ભાઈઓ પર કુહાડીથી હુમલો

    12 hours ago

    પોશીનાના દંત્રાલમાં સામાજિક સમાધાન મુદ્દે જૂની અદાવત રાખી એક જ ફળિયાના ચાર શખ્સોએ બે ભાઈઓના ઘરે આવી ગાળાગાળી કરી કુહાડીના ઊંધા ભાગ વડે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોશીના પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દંત્રાલ ગામના નાથામુખી ફળામાં રહેતા 26 વર્ષીય ખેડૂત કમલેશભાઈ ચુનાભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા.07-11-26ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરે જમવા બેઠા હતા. તે દરમિયાન ફળિયામાં રહેતા કેહારભાઈ હદાભાઈ ડાભી, નાગજીભાઈ હોસાભાઈ ડાભી, પોપટભાઈ હોસાભાઈ ડાભી અને રમેશભાઈ હદાભાઈ ડાભી ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ બૂમો પાડી કહ્યું હતું કે, અમારા કુંટુંબી ભાઈ લક્ષ્મણભાઈ ડાભીને તમારા ભાઈ પ્રકાશભાઈએ મારી નાખેલ છે, તેમાં સામાજિક રીતે ધીજ (સમાધાન) કરવાનું હોવા છતાં તમે કેમ આવતા નથી? તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. કમલેશભાઈ અને તેમના નાનાભાઈ કરશનભાઈ ઉર્ફે દિલીપભાઈએ ગાળો બોલવાની ના પાડવા જતાં પોપટભાઈએ હાથમાં રહેલી કુહાડીની મુદ્દલ (ઊંધો ભાગ) કમલેશભાઈના કપાળના ભાગે મારી દીધી હતી. કરશનભાઈ વચ્ચે બચાવવા પડતાં નાગજીભાઈ ડાભીએ તેમના પર પણ કુહાડીની મુદ્દલ વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. પરિવારજનો દોડી આવતાં હુમલાખોરો હવે સમાધાનમાં નહીં આવો તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઘટના બાદ 112 અને 108 મારફતે બંને ભાઈઓને પ્રથમ પોશીના, ત્યારબાદ ખેડબ્રહ્મા અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. કમલેશભાઈએ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर नोएडा की नई टाउनशिप, यमुना एक्सप्रेसवे के किनारे बसेगा नया शहर, नीमका समेत 6 गांवों को फायदा
    Next Article
    મહિલા પોતાના બે સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવતા ઝઘડો:તલોદના આંત્રોલીમાં વિધવાને આશરો આપનાર યુવક પર લાકડીઓથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment