Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસ્વતી દેવી મહાપૂજન:નવી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારના સિંચન માટે બાળકોએ આરાધના કરી

    3 days ago

    આધુનિક યુગમાં બાળકોમાં ભણતરની સાથે ધાર્મિક સંસ્કાર અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી નાલાસોપારાના ઇતિહાસમાં સૌપ્રથમવાર ‘શ્રી સરસ્વતી મહાદેવી મહાપૂજન’નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીપાલ મહેણાંની પાવન ભૂમિ પર શ્રી નાલાસોપારા પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત આ વિશિષ્ટ મહાપૂજનમાં સમસ્ત જૈન સમાજના 200થી વધુ બાળક-બાલિકાઓએ એકસાથે વિદ્યાની દેવી મા સરસ્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગની વિશેષતા એ રહી કે, દરેક બાળકને જ્ઞાન-વિદ્યાના આશીર્વાદ રૂપે શ્રી સરસ્વતી માતાજીનું પવિત્ર યંત્ર, રક્ષાપોટલી, દોરો અને અષ્ટપ્રકારી પૂજાની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક બાળકનું રૂ. 40નું સંઘપૂજન કરીને ભેટ, સેવ-બુંદીનો પ્રસાદ તેમજ અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. સાત પરિવારોના સામૂહિક સહયોગથી યોજાયેલા આ મહાપૂજનમાં વિધિકાર રાજુભાઈ પાટણવાળાએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી, જ્યારે સંગીતકાર જીજ્ઞેશભાઈ વિરારવાળાની ભક્તિમય સુરાવલીઓએ વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું. બાળકોમાં સંસ્કાર સિંચન કરતું આ આયોજન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શ્રેયસની સેના સિરીઝ પર કબ્જો જમાવવા મેદાને ઉતરશે:જો જીત્યા તો 7 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી શકે છે ભારત; કિવીઝ સામે આજે પાંચમી વન-ડે
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:નવી ટૂરિસ્ટ સર્કિટ: ઈડર-ઉદયપુર હાઈવે હવે નેશનલ હાઈવે-48 સાથે જોડાશે, ₹225 કરોડનો પ્રોજેક્ટ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment