Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:નવી ટૂરિસ્ટ સર્કિટ: ઈડર-ઉદયપુર હાઈવે હવે નેશનલ હાઈવે-48 સાથે જોડાશે, ₹225 કરોડનો પ્રોજેક્ટ તૈયાર

    3 days ago

    ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને પરિવહનને મોટો વેગ આપવા માટે વધુ એક મહત્વાકાંક્ષી હાઈવે પ્રોજેક્ટ તૈયાર થયો છે. ઉદયપુર જિલ્લાના ખેરવાડાથી બાવલવાડા થઈને ગરણવાસ સુધી ₹225 કરોડના ખર્ચે નવો ડબલ લેન હાઈવે (NH-927E) નિર્માણ પામશે, જે સીધો ઈડર-ઉદયપુર હાઈવે અને NH-48 સાથે જોડાશે. આ માટે જાહેર બાંધકામ વિભાગ (PWD)ની નેશનલ હાઈવે શાખાએ ₹225 કરોડનો ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નવી દિલ્હીને મોકલી આપ્યો છે. નોંધનીય છે કે હાલમાં માથાસુર-ખોખરા ને.હા. નં-58ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મંત્રાલય તરફથી નાણાકીય અને ટેકનિકલ મંજૂરી મળતાં જ ટેન્ડર અને બાંધકામની કામગીરી શરૂ કરાશે. હાલ આ રસ્તો માત્ર 3 થી 5 મીટર પહોળો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ તેને આશરે 10 મીટર પહોળો કરી આધુનિક ટુ-લેન હાઈવે તરીકે વિકસાવાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માત્ર આદિવાસી વિસ્તારની તસવીર જ નહીં બદલાય, પરંતુ બંને રાજ્યોના પ્રવાસન અને હોસ્પિટાલિટી કારોબારને પણ સીધો મોટો ફાયદો થશે. આ રૂટ પર ફૂલવારી કી નાલ અભયારણ્ય અને કોટડાના પ્રાકૃતિક પર્યટન સ્થળો આવેલા છે. રસ્તો પહોળો થવાથી પ્રવાસીઓ સરળતાથી ફરી શકશે. બંને રાજ્યોના હોટલ, રેસ્ટોરન્ટ, ટેક્સી અને ટૂર ઓપરેટરોને નવા પેકેજ બનાવવાની અને કમાણી વધારવાની તક મળશે. આ ડબલ લેન હાઈવે બનવાથી બંને રાજ્યોની સરહદે આવેલા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના હજારો લોકોને રાહત મળશે. હાલ રસ્તાની પહોળાઈ માત્ર 3 થી 5 મીટર હોવાથી વાહનવ્યવહારમાં ભારે મુશ્કેલી પડે છે. ચોમાસામાં રસ્તાની ખરાબ હાલતને લીધે ગામડાઓનો સંપર્ક તૂટી જતો હતો અને લોકોને જિલ્લા મથકે કે રાજસ્થાન-ગુજરાત અવરજવર કરવામાં હેરાન થવું પડતું હતું. હવે 10 મીટર પહોળો હાઈવે બનવાથી આ સમગ્ર વિસ્તારનું આવાગમન સરળ અને ઝડપી બનશે. 2 તબક્કામાં પૂરું થશે હાઈવેનું કામ રાજસ્થાન PWD નેશનલ હાઈવે શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર મુકેશ બલાઈના જણાવ્યા મુજબ, હાલ સૂચિત નવીન માર્ગ NH-927E તરીકે ઓળખાય છે અને પહોળો થયા પછી પણ આ જ નામ રહેશે. સમગ્ર કામગીરી બે તબક્કામાં કરાશે. પ્રથમ તબક્કામાં ખેરવાડાથી બાવલવાડા થઈ ગરણવાસ સુધીના રસ્તાને ટુ-લેન બનાવાશે, જે આગળ જઈને NH-58E સાથે જોડાશે. બીજા તબક્કામાં ગરણવાસથી આગળ ફૂલવારી કી નાલ અને કોટડા થઈ સ્વરૂપગંજ સુધીના રસ્તાને ડબલ લેન હાઈવેમાં ફેરવવામાં આવશે. અંબાજી ઉદયપુર-આબુ સીધું જોડાણ‎ પ્રોજેક્ટના બીજા તબક્કામાં કોટડાથી સ્વરૂપગંજ માર્ગને પણ ડબલ લેન ‎કરાશે. તેનાથી સિરોહી અને માઉન્ટ આબુનું ઉદયપુર સાથે સીધું‎ કનેક્શન મળશે. ઉત્તર ગુજરાત અને માઉન્ટ આબુ આવતા પ્રવાસીઓ‎ ઓછા સમયમાં ઉદયપુર પહોંચી શકશે, જેનાથી પ્રવાસીઓની સંખ્યા ‎અને નાઈટ-સ્ટે બંને વધશે.‎ પ્રવાસીઓ અને વેપારમાં વધારો થશે નવી ટૂરિસ્ટ સર્કિટ બનશે. આ હાઈવે ખેરવાડા ખાતે નેશનલ હાઈવે-48 અને ગરણવાસમાં ઈડરથી ઉદયપુર જતાં NH-58E સાથે જોડાશે. આ સાથે અંબાજી, માઉન્ટ આબુ, ઉદયપુર, ફૂલવારી કી નાલ,વચ્ચે એક નવું અને સરળ ટૂરિસ્ટ સર્કિટ તૈયાર થશે.
    Click here to Read More
    Previous Article
    સરસ્વતી દેવી મહાપૂજન:નવી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારના સિંચન માટે બાળકોએ આરાધના કરી
    Next Article
    મસ્કના સ્ટારશિપે ઇતિહાસ રચ્યો:પહેલીવાર અંતરિક્ષમાંથી પરત ફરેલું યાન લોન્ચિંગ બેઝ પર કેચ થયું; બૂસ્ટર ફાટવાથી ડબલ કેચનો પ્લાન ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment