Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં દુકાનોના તાળાં ફંફોળતો શંકાસ્પદ ઝડપાયો:બે સ્થળે જુગારધામ પરના દરોડામાં 7 ઈસમોની ધરપકડ કરાઈ

    5 days ago

    ગોધરા શહેર અને તાલુકામાં પોલીસે ત્રણ અલગ-અલગ બનાવમાં કાર્યવાહી હાથ ધરી છે. દુકાનોના તાળાં ફંફોળતો એક શંકાસ્પદ ઈસમ ઝડપાયો છે, જ્યારે જુગારના બે દરોડામાં કુલ સાત ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જુગારના સ્થળો પરથી કુલ ₹21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 26 ઓગસ્ટની રાત્રે ગોધરા શહેરના દાહોદ રોડ પર મેકિબ મેમોરિયલ સ્કૂલના ગેટ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. સાતપુલ વિસ્તારના ગેની પ્લોટમાં રહેતો 26 વર્ષીય રિઝવાન ઈબ્રાહીમ સબુરીયા કેબિનો અને દુકાનોના તાળાં ફંફોળતો હતો. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. આ મામલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક કાર્યવાહીમાં, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને મેશરી નદી પાસે ઘસમા કબરસ્તાન નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને સોહેલ ઇકબાલ ઘાંચીભાઈ અને અરબાઝ કરીમ શેખને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક અન્ય ઈસમ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ₹400, ₹15,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને ગંજીપત્તાના પાના મળી કુલ ₹15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ગોધરા તાલુકાના પોપટપુરા ગામ નજીક રોડ સાઇડની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ઈસમોને તાલુકા પોલીસે 25 ઓગસ્ટની રાત્રે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ઈસમોમાં ધવલકુમાર વખતસિંહ ચૌહાણ, હસમુખકુમાર ગુલાબસિંહ પરમાર, રફીક ગનીભાઈ કુરેશી, સલમાન સરફરાજ શેખ અને મહેન્દ્રસિંહ ઉર્ફે ટોલીયો અર્જુનસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી મળેલા ₹4,200, દાવ પરથી મળેલા ₹2,000 તથા ગંજીપાના મળી કુલ ₹6,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના અખિયાણા-પીપળી રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત:હાઈવે ક્રોસ કરી રહેલા યુવક પર બેકાબુ ટ્રેલરનું ટાયર ફરી વળ્યું
    Next Article
    સાયબર ગઠિયાએ ફ્લિપકાર્ટનો દુરુપયોગ કરી વૃદ્ધોને હેરાન કર્યા:ટેલિગ્રામ પર અશ્લીલ ગ્રુપ્સમાં 'કોલગર્લ' તરીકે વૃદ્ધના નંબર વાયરલ કરનાર આરોપી સામે FIR નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment