Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે:વિજ્ઞાન જાથા સાથેના વિવાદ બાદ કહ્યું- 'મારી ઉંમર થઈ ગઈ, હવે વિવાદમાં પડવા માગતો નથી'

    2 दिन पहले

    ગરમી, ઠંડી અને વરસાદના વરતારાથી ગામડાથી લઈ મહાનગરો સુધી ઓળખ બનાવનારા અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના આક્ષેપો બાદ વ્યથિત થયેલા અંબાલાલ યાજ્ઞિકે કહ્યું છે કે, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું વિવાદમાં પડવા માગતો નથી. આજથી હું આગાહી કરીશ નહીં. મહત્વનું છે કે, થોડા સમય પહેલા અંબાલાલ સહિતના આગાહીકારો સામે મોરચો ખોલનારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરીએકવાર આ મુદ્દે આગાહીકારો પર પ્રહાર કર્યા છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે, જુલાઈના મધ્ય સુધઈની તમામ ખાનગી આગાહીઓ કડડભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 તાલુકાઓમાં હજી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જેના કારણે ખેડૂતોનું કરોડો રૂપિયાનું બિયારણ બળવાની તૈયારીમાં છે. બોગસ વરતારા કરનારાઓ સામે કાયદેસર ગુનો નોંધાવવો જોઈએ. હું વિવાદમાં પડવા માગતો નથી, હવે આગાહી નહીં કરું- અંબાલાલ પટેલ પોતાના દિલનું દર્દ વહેવડાવતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વિજ્ઞાન જાથા દ્વારા તેમની આગાહીઓ પર જે સવાલો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તેનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આક્ષેપો માત્ર તેમની વ્યક્તિગત ક્ષમતા સામે નથી, પરંતુ સદીઓ જૂની આપણી પરંપરાગત વૈદિક જ્ઞાન પદ્ધતિ અને ઋષિમુનિઓના અનુભવોના નિચોડ સમાન જ્ઞાન પર સીધો પ્રહાર છે. વર્ષોથી તેઓ આ જ પરંપરાગત સંશોધનોના આધારે હવામાનના વરતારા આપતા આવ્યા છે, જેને વૈજ્ઞાનિક ઉપકરણો વિના પણ લોકોએ હંમેશા આવકાર્યો છે. ​અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે, તેઓ નકારાત્મક વિવાદો કે આક્ષેપબાજીના માહોલમાં પડવા માંગતા નથી. તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હંમેશા સમાજનું હિત અને લોકકલ્યાણ રહ્યો છે. જોકે, વર્તમાન સમયમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, તેમાં આગાહીઓ કરવી તેમને યોગ્ય લાગતી નથી. આથી જ તેમણે કોઈ પણ જાતના વિવાદથી દૂર રહીને થોડા સમય માટે હવામાનના વરતારા આપવાનું મોકૂફ રાખવાનો મક્કમ નિર્ણય લીધો છે. ​ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, તેઓ અત્યાર સુધી નિઃસ્વાર્થ ભાવે માત્ર જનહિત માટે જ કામ કરતા આવ્યા છે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિઓ સાનુકૂળ બનશે, લોકોનો તેમના પરનો અડગ વિશ્વાસ યથાવત રહેશે અને જનતા તરફથી વ્યાપક સમર્થન મળશે, તો જ તેઓ ફરીથી વરસાદના વરતારા આપવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. જોકે, વર્તમાન સંજોગોને જોતા હાલ પૂરતી તેઓ કોઈ પણ પ્રકારની નવી આગાહી જાહેર કરવા બિલકુલ તૈયાર નથી. બોગસ વરતારા કરનારાઓ સામે ગુનો નોંધાવવો જોઈએ- જયંત પંડ્યા બીજી તરફ, ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ વરતારા કરનારાઓ સામે મોરચો ખોલતા જણાવ્યું છે કે જુલાઈના મધ્ય સુધીની તમામ ખાનગી આગાહીઓ કડડભૂસ થઈ ગઈ છે. રાજ્યના 60 થી વધુ તાલુકાઓમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, જેના કારણે કરોડો રૂપિયાનું બિયારણ બળીને ખાખ થઈ જવાના આરે છે. ખેડૂતો જ્યારે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે આવા બોગસ વરતારા કરનારાઓ સામે કાયદેસરનો ગુન્હો દાખલ થવો જોઈએ. જાથાએ આક્ષેપ કર્યો છે કે સેટેલાઈટની મદદથી માત્ર અનુમાન, ધારણા અને સ્ફુરણાના આધારે વારંવાર તારીખો બદલીને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિ સર્વોપરી છે. રાજ્યનું સત્તાવાર મોસમ વિભાગ ૩૦ જેટલા જુદા જુદા કેન્દ્રોના ડેટા, પવનની ગતિ, દરિયાઈ લો-પ્રેશર અને આધુનિક ઉપગ્રહોના પરીક્ષણના આધારે વૈજ્ઞાનિક આગાહી કરે છે. સરકારી હવામાન ખાતું ક્યારેક ખોટું પડે તો પણ તેની પાછળના દ્રશ્ય-શ્રાવ્ય વૈજ્ઞાનિક કારણો રજૂ કરે છે, જ્યારે ખાનગી વરતારા કરનારાઓ પાસે પ્રયોગસિદ્ધ એક પણ ઉપકરણ હોતું નથી. વિજ્ઞાનની ઉપેક્ષા કરનારી માનસિકતા દેશને ગુલામી તરફ ધકેલે છે. આગાહીકારોને વિજ્ઞાનજાથાનો પડકાર વિજ્ઞાન જાથાએ તમામ ખાનગી આગાહીકારોને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો આગામી પાંચ દિવસમાં 31 ઓગસ્ટ સુધીની આગાહી સોગંદનામા ઉપર જાહેર કરીને પોતાની વિશ્વસનીયતા સાબિત કરે. જાથાએ ખેડૂતોને પણ જાગૃત થવા આહવાન કર્યું છે કે આવા બોગસ વરતારા પર ભરોસો કરવો એ પોતાના પગ પર કુહાડો મારવા સમાન છે. આગામી દિવસોમાં કયા પ્રકારનું વાવેતર કરવું તેની સાચી માહિતી માત્ર ખેતી વિષયક નિષ્ણાતો અને સરકારી હવામાન વિભાગ પાસેથી જ મેળવવી જોઈએ, જેથી કરોડો રૂપિયાના નુકસાનથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણના ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ:પાટીદાર અનામત આંદોલન પર બોલ્યા ઈટાલિયા, કાનાણીના આપ પર ગંભીર આરોપ,7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    Next Article
    વલસાડમાં આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે પોલીસ લાલઆંખ:જિલ્લા પંચાયત કચેરી પાસે 10થી વધુ વાહનોને આપાયા ઈ-ચલણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment