Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક-કન્યા રાશિના લોકોનો ધંધો ધમધમાટ ચાલશે, મકર રાશિના જાતકોને સરકારી નોકરીમાં સફળતા મળશે

    2 days ago

    15 નવેમ્બર, રવિવારથી 21 નવેમ્બર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ: આ સપ્તાહે દરેક કામ શાંતિપૂર્ણ રીતથી સંપન્ન થશે. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધ હતા, તમારી નિર્દોષતા તેમની સામે સાબિત થશે તથા સંબંધો ફરીથી મધુર થઈ જશે. સુકૂન અને શાંતિ માટે કોઈ મનોરંજક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. નેગેટિવ: ધ્યાન રાખો કે તમારી વિરુદ્ધ કોઈ અફવા ફેલાવી શકે છે, તેથી કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય પ્રત્યે વધુ મહેનત કરવાની જરૂર છે. શોપિંગ કરતી વખતે તમારી ક્ષમતા કરતાં વધુ ખર્ચ ન કરો. વ્યવસાય: વ્યવસાયમાં આવકની સ્થિતિ સામાન્ય જ રહેશે. આ સમયે કોઈ નવું કામ શરૂ કરવાને બદલે વર્તમાન સ્થિતિ પર જ ધ્યાન આપો. નોકરીયાત લોકો પોતાના કામને ગંભીરતાથી લે, બેદરકારીના લીધે સિનિયર લોકો સાથે સંબંધો બગડી પણ શકે છે. લવ: ઘરમાં વધુ દખલગીરી તથા રોક-ટોક કરવી સભ્યોને નારાજ કરી શકે છે. લવ અફેર્સના મામલામાં પોતાને ભાગ્યશાળી અનુભવશો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઠીક રહેશે. પાલતુ પ્રાણીઓ સાથે છેડછાડ ન કરો અને ન તો કોઈ પ્રકારનું રિસ્ક લો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 5 પોઝિટિવ: આ સપ્તાહે કોઈ સમાજસેવી સંસ્થા અથવા કોઈ પ્રિય મિત્રની સહાયતામાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારી રુચિ જળવાઈ રહેશે. યુવા વર્ગ પોતાની મહેનત મુજબ શુભ પરિણામ હાંસલ કરશે તથા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. નેગેટિવ: તમારી કાર્યશૈલી તથા યોજનાઓને વ્યવસ્થિત રૂપે સંપન્ન કરવાનો પ્રયાસ કરો, કારણ કે મોટું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો તથા તેમની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ પણ કરો. વ્યવસાય: મીડિયા તથા માર્કેટિંગ સંબંધિત કાર્યો મુલતવી રાખવા યોગ્ય રહેશે. વ્યાવસાયિક પાર્ટીઓ દ્વારા તમને યોગ્ય પ્રસ્તાવો મળશે, જે લાભદાયી સાબિત થશે. પરંતુ મેનેજમેન્ટ તથા કર્મચારીઓ વચ્ચે તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. લવ: નાની એવી વાતને લઈને જીવનસાથી સાથે કોઈ ગેરસમજ રહી શકે છે, પરંતુ પરસ્પર વિચાર-વિમર્શથી તેને સરળતાથી ઉકેલી પણ શકાય છે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના લીધે શારીરિક અને માનસિક થાક રહેશે. થોડો સમય એકાંત અને પ્રકૃતિના સાનિધ્યમાં પણ ચોક્કસ વિતાવવો સુકૂન આપશે. લકી કલર: વાદળી લકી નંબર: 9 પોઝિટિવ: આ સપ્તાહે દિનચર્યા વ્યવસ્થિત રહેશે. પાછલા કેટલાક અનુભવોમાંથી શીખીને વર્તમાનને વધુ બહેતર બનાવવાનો પ્રયાસ કરશો અને ઘણી હદ સુધી સફળ પણ થશો. ઘરેલું તથા વ્યાવહારિક જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. સંબંધીઓની ઘરમાં અવરજવર રહેશે. નેગેટિવ: નજીકની યુવા વ્યક્તિ સાથે કોઈ નાની એવી વાતને લઈને મનદુઃખ થવાની આશંકા બનેલી છે. આના લીધે તમારા સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું રહેશે, પરંતુ ધીરજ જાળવી રાખવી જરૂરી છે કારણ કે આની અસર તમારા પરિવાર પર પણ પડી શકે છે. વ્યવસાય: આ સમયે વ્યવસાયમાં લચીલું વલણ રાખો. કેટલીક વિપરીત પરિસ્થિતિઓ રહેશે. કોન્ટ્રાક્ટ સંબંધી વ્યવસાયમાં નુકસાનકારક સ્થિતિ બની રહી છે. ઓફિસના કામકાજમાં જરાક ચૂક કે લાપરવાહી થવાથી કાર્યભાર વધી શકે છે. લવ: પારિવારિક વાતાવરણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ જળવાઈ રહેશે તથા સકારાત્મક ઊર્જા વ્યાપ્ત રહેશે. સ્વાસ્થ્ય: ગેસ, અપચાના લીધે પેટ ખરાબ રહી શકે છે. સુપાચ્ય ખાવાપીવાનું રાખવું આવશ્યક છે. લકી કલર: કાળો લકી નંબર: 3 પોઝિટિવ: આ સપ્તાહે સામાજિક તથા આસપાસની પ્રવૃત્તિઓમાં તમારો રસ જળવાઈ રહેશે. સાથે જ કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે અને મહત્વપૂર્ણ તથા જ્ઞાનવર્ધક માહિતીઓ પણ મળશે. માનસિક શાંતિ રહેશે તથા દૈનિક અને રોજિંદા કાર્યો પણ યથાવત ચાલતા રહેશે. નેગેટિવ: આ સમયે પૈતૃક સંપત્તિ અથવા લેવડ-દેવડ સંબંધિત કોઈ વાત પર ભાઈઓ સાથે વાદ-વિવાદ થવાની આશંકા બની રહી છે. જોકે તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિઓ સંભાળી લેશો. આળસ અને સુસ્તીના લીધે તમારા કાર્યોને ટાળવાનો પ્રયાસ ન કરો. વ્યવસાય: તમારી કાર્યપ્રણાલીમાં થોડો બદલાવ લાવવાથી વ્યાવસાયિક સ્થિતિમાં સુધારો આવશે. મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે. કમિશન સંબંધી વ્યવસાયમાં સારો નફો થવાની આશા છે. સરકારી નોકરીમાં સહકર્મીઓ સાથે થોડા મતભેદ જેવી સ્થિતિ બની રહી છે, તેથી કોઈની સાથે પણ વધુ દલીલમાં ન પડો. લવ: વ્યસ્તતાના કારણે પરિવાર પર ધ્યાન નહીં આપી શકો, પરંતુ જીવનસાથીનું પરિવાર પ્રત્યેનું સમર્પણ તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય: ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી પરેશાન લોકો બેદરકારી ન દાખવો. તમારી દિનચર્યા પૂરી રીતે વ્યવસ્થિત રાખવી આવશ્યક છે. લકી કલર: સફેદ લકી નંબર: 7 પોઝિટિવ: તમારી કોઈ ખાસ યોજનાને કાર્યરૂપ આપવાનો અનુકૂળ સમય છે. તમારું કામ નિયત સમયે સંપન્ન પણ થઈ જશે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાની સંભાવના છે. કોઈ અનુભવીના સહયોગથી તમારી કોઈ સમસ્યા પણ દૂર થશે. નેગેટિવ: સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓથી ગભરાશો નહીં, કારણ કે હારવાનો ડર તમારા પર હાવી થઈ રહ્યો છે, જેના લીધે તમારી અંદર નકારાત્મક વિચારો પણ ઉત્પન્ન થઈ શકે છે. વ્યવહારમાં લચીલાપણું લાવો તથા કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવામાં સંકોચ ન કરો. વ્યવસાય: આ સમયે ગ્રહ ગોચર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી રહ્યા છે. પેમેન્ટ વગેરે કલેક્ટ કરવાનો અનુકૂળ સમય છે. કમિશન તથા વીમા સંબંધી વ્યવસાયમાં લાભદાયી સ્થિતિ બની રહી છે, પરંતુ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની પણ અનુભવાઈ શકે છે. લવ: પતિ-પત્ની પરસ્પર સામંજસ્યથી ઘરમાં સુખદ વ્યવસ્થા બનાવી રાખશે. પ્રેમી-પ્રેમિકાને ડેટિંગની તક મળી શકે છે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના લીધે માંસપેશીઓમાં દુખાવો અને ખેંચાણ રહી શકે છે. કસરત, મેડિટેશનમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર: ગુલાબી લકી નંબર: 1 પોઝિટિવ: આ સપ્તાહે અંગત અથવા પરિવાર સંબંધી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે અને તમે તમારા અંગત કાર્યો પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સોસાયટી અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં મનોરંજનપૂર્ણ સમય પસાર થશે. નેગેટિવ: આ સમયે યોગ્ય બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. કોઈ લોન લેવાની યોજના બનાવી હોય તો તેનાથી સંકળાયેલી હજુ વધુ માહિતી લેવાની જરૂર છે. નકામી મોજ-મસ્તી અને પ્રવૃત્તિઓમાં સમય ન બગાડીને પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો. વ્યવસાય: વર્તમાન વ્યવસાયમાં જે કામ ચાલી રહ્યા છે, તેમાં કેટલીક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. આના પર ખૂબ વધારે મહેનતની આવશ્યકતા છે કારણ કે નજીકના ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સ્થિતિઓ પ્રાપ્ત થશે. સરકારી કર્મચારીઓ પર વધારાનો કાર્યભાર રહેશે. લવ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસંગોના મામલામાં લાપરવાહી કરવી અંતર લાવી શકે છે. સ્વાસ્થ્ય: મેડિટેશન, કસરત વગેરે માટે પણ થોડો સમય ચોક્કસ કાઢો. વધુ થાકના લીધે માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાઈ શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 4 પોઝિટિવ: આ સપ્તાહે કોઈ ખાસ કામ પૂરું કરવામાં તમારો વિશેષ પ્રયાસ રહેશે અને તેમાં ઘણી હદ સુધી સફળ પણ થશો. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવવાથી તમને સુકૂન મળશે. સ્થાન પરિવર્તન માટે ઈચ્છુક લોકોને કોઈ આશા દેખાશે. નેગેટિવ: આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ બનેલી રહેશે. સાથે જ કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવવાથી મન પરેશાન રહેશે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વગેરેનો બિલકુલ ઉપયોગ ન કરો. આ સમયે કોઈ અકસ્માત થવાની પણ આશંકા બની રહી છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવશે, પરંતુ આર્થિક સ્થિતિ બહેતર જળવાઈ રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરી લો. નોકરીયાત વ્યક્તિઓ આ સમયે વર્તમાન સ્થિતિ પર જ ધ્યાન આપે. લવ: પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધો રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ ગેરસમજના લીધે નારાજગી રહી શકે છે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે એલર્જી અને ગરમીજન્ય પરેશાની અનુભવાશે. આ સમયે હાઈજીનિક રહેવું ખૂબ જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: જો કોઈ સંબંધી સાથે વાદ-વિવાદ ચાલી રહ્યો હોય, તો તે કોઈની મધ્યસ્થીથી ઉકેલાઈ જશે. છેલ્લા થોડા સમયથી અટકેલા અને ફસાયેલા કામ પૂરા કરવાનો અનુકૂળ સમય છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. નેગેટિવ: પરંતુ તમારા અંગત કાર્યોને નજરઅંદાજ ન કરો. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ છૂટી શકે છે, જેના લીધે ભારે નુકસાનનો સામનો કરવો પડશે. બાળકોના એડમિશનને લઈને પણ વ્યસ્તતા રહેશે. વ્યવસાય: કાર્યસ્થળમાં સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે સંબંધો ખરાબ ન થવા દો. મનદુઃખ થવાથી તેની નકારાત્મક અસર તેમની કાર્યક્ષમતા પર પણ પડશે. નોકરીયાત વ્યક્તિઓને વધારાના કાર્યભારના લીધે ઓફિસમાં ઓવરટાઈમ આપવો પડી શકે છે. લવ: પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થાને અનુકૂળ બનાવી રાખશે. મનોરંજન સંબંધી પ્રોગ્રામ પણ બનશે. સ્વાસ્થ્ય: તમારું ખાવાપીવા અને દિનચર્યા વ્યવસ્થિત રાખો. શારીરિક નબળાઈ તથા શરીરમાં દુખાવા જેવી સમસ્યા પરેશાન કરશે. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: કલાત્મક તથા રુચિપૂર્ણ કાર્યોમાં વિશેષ સમય પસાર થશે અને તમે પોતાની જાતને ખૂબ જ ઊર્જાવાન અનુભવશો. કોઈ પારિવારિક સભ્યના લગ્ન સંબંધિત પ્રસ્તાવ આવી શકે છે. વિદેશી સંપર્ક સૂત્રોથી સારી આવક થવાની સંભાવના છે. નેગેટિવ: તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલવું આવશ્યક છે. આવક કરતાં ખર્ચ વધવાની આશંકા છે. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. વિવાદિત મામલાઓને ગુસ્સાને બદલે શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કોઈ પણ નવા કામમાં રસ ન લો, કારણ કે યોગ્ય સમય ન આપવાના લીધે મુશ્કેલીઓ આવશે. મીડિયા, આર્ટ, કમ્પ્યુટર વગેરે સાથે સંકળાયેલા વ્યવસાયમાં લાભદાયી સ્થિતિ રહેશે. આ સમયે લેવડ-દેવડને લઈને કેટલીક ભૂલો થઈ શકે છે. લવ: પ્રેમ સંબંધોમાં તમારા અસંતુલિત વ્યવહારના લીધે ભાવનાત્મક અંતર આવી શકે છે. તમારા વ્યવહારમાં કોમળતા જાળવી રાખો. જીવનસાથીનો સહયોગ તમારું મનોબળ વધારશે. સ્વાસ્થ્ય: થાકના લીધે પગમાં દુખાવો અને અપચા જેવી ફરિયાદ અનુભવાઈ શકે છે. બેદરકારી ન કરીને તરત દવા લો. લકી કલર: કેસરી લકી નંબર: 6 પોઝિટિવ: આ સપ્તાહની શરૂઆત સુખદ રહેશે તથા છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા તણાવમાંથી પણ રાહત મળશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના પૂરા યોગ બનેલા છે. ઉધાર આપેલા પૈસા મળી શકે છે. નેગેટિવ: કોઈ પણ પ્રકારની ઉધારી અથવા લોન લેવાની સ્થિતિથી પરહેજ રાખો. સંતાનને કરિયર સંબંધી કોઈ કામ ન બનવાથી તણાવ રહી શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યો યોજનાબદ્ધ રીતે સંપન્ન થઈ જશે. માર્કેટિંગ, પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં તમારો વધુ સમય લગાવો. સરકારી કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ ઓથોરિટી પણ મળી શકે છે, જે લાભદાયી પણ સાબિત થશે. લવ: વ્યસ્તતા વચ્ચે જીવનસાથી તથા પરિવારજનો માટે પણ સમય ચોક્કસ કાઢો. આનાથી પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: થોડો સમય તમારા આરામ માટે પણ ચોક્કસ કાઢો. અતિશય કાર્યભારના લીધે થાક અને તણાવ હાવી રહી શકે છે. લકી કલર: ગ્રે લકી નંબર: 1 પોઝિટિવ: આ સપ્તાહે તમે કોઈ વિશેષ હેતુ હાંસલ કરવા માટે પ્રયાસરત રહેશો અને ઘણી હદ સુધી સફળ પણ રહેશો. ઘરમાં નવી વસ્તુની ખરીદી પણ શક્ય છે. સાથે જ નજીકના સંબંધીઓની પણ અવરજવર જળવાઈ રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ રુઝાન વધશે. નેગેટિવ: યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેમને અમલમાં મૂકવી પણ જરૂરી છે, ખયાલી પુલાવ ન બનાવો. મકાન, ગાડી વગેરે સંબંધિત કાગળિયા સાચવીને રાખો. તણાવ રહેવા પર મોટિવેશનલ પ્રોગ્રામને ફોલો કરવા તમારા માટે લાભદાયી રહેશે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ તમારી દેખરેખ હેઠળ કરાવવાથી થોડો સુધારો આવશે અને કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ પણ તમારા માટે લાભદાયી રહેશે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો. નોકરીમાં અત્યારે સ્થિતિ યથાવત જ રહેશે. લવ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. મિત્રો સાથે હરવા-ફરવામાં પણ ખુશહાલ સમય પસાર થશે. સ્વાસ્થ્ય: રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો તથા વાહન ચલાવતી વખતે અતિશય સાવચેતી રાખો. લકી કલર: ડાર્ક બ્લુ લકી નંબર: 9 પોઝિટિવ: આ સપ્તાહ સુખ-શાંતિપૂર્ણ પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે તથા કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળશે. પ્રોપર્ટી સંબંધી કોઈ અટકેલું કામ સંપન્ન થઈ શકે છે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુગેધર સંબંધી પ્રોગ્રામ બનશે. નેગેટિવ: જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો, આના લીધે વર્તમાનમાં પણ તણાવ થઈ શકે છે. તમારી કાર્યપ્રણાલી તથા ગોપનીય વાતો કોઈની સાથે પણ શેર ન કરો. બીજાની સમસ્યાઓને ઉકેલવામાં તમારા કામ અધૂરા રહી શકે છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં સ્થિતિ યથાવત રહેશે. પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં પારદર્શકતા ચોક્કસ જાળવી રાખો, નહિતર નાની એવી વાતને લઈને મનદુઃખ થઈ શકે છે. નોકરીયાત વ્યક્તિઓ માટે ટ્રાન્સફર સંબંધી યોગ બની રહ્યા છે, આમાં પ્રગતિ પણ શક્ય છે. લવ: જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારું ઘરના કામમાં સહયોગ આપવું પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી ચાલી રહેલી સમસ્યાઓ પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવો અને ડોક્ટરની સલાહનું પૂરી રીતે અનુસરણ કરો. લકી કલર: પીળો લકી નંબર: 7
    Click here to Read More
    Previous Article
    અશુભ યોગ પણ આપે છે શ્રેષ્ઠ પરિણામ:કાલસર્પ અને કેમુદ્રમ યોગ પણ બનાવી શકે છે ભાગ્યશાળી, જાણો ડૉ. પંકજ નાગર પાસેથી
    Next Article
    ગ્રહોના સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન:મેષ સહિતની 5 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર, જાણો કોનું ચમકશે ભાગ્ય અને કોણે રહેવું સાવધાન!

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment