Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:અપહરણ

    2 दिन पहले

    જતીન ભટ્ટ ‘નિજ’ શહેરથી દૂર અવાવરું મકાન. મકાન શું, મોટું ગોડાઉન જ કહી શકાય. આજુબાજુ 3-4 કિલોમીટર સુધી કોઈ માનવવસાહત નહીં કે નહીં કોઈ અવરજવર. અંદર બલ્બનો ઝાંખો પીળો પ્રકાશ વરસી રહ્યો હતો. અચાનક ત્રણ ફોરવ્હીલ ધસી આવી. ત્રણેય ગાડીઓએ જોરથી બ્રેક મારી. ‘ચ્યું...’ કરીને અવાજ આવ્યો. જોરથી બ્રેક મારી અને ટાયર બળવાની વાસ આવી. એકની પાછળ બીજી, બીજી પાછળ ત્રીજી એવી ત્રણેય ગાડી અથડાઈ. ગાળોનો વરસાદ ત્રણેય ગાડીઓમાંથી આવ્યો. ગાળો બોલતા બોલતા ગાડીઓમાંથી ટોટલ 12 જણ નીકળ્યા. એકની આંખો પર પટ્ટી બાંધેલી હતી. એને બીજા 10 જણાએ ઊંચકી રાખેલો. પેલો પકડમાંથી છૂટવા ધમપછાડા કરતો હતો. પેલા 10 જણાએ સરખાં જ કપડાં પહેરેલાં હતાં. જેણે અલગ શર્ટ-પેન્ટ પહેરેલું એ આ દસેય જણાનો બૉસ હતો. ‘અંદર લઈ લો એને, પટ્ટી અંદર ગયા પછી કાઢવાની છે.’ ‘જી સાહેબ.’ પેલા 10 ટપોરીઓ બોલી ઊઠ્યા. પેલા પટ્ટી બાંધેલાને ઊંચકી અંદર લઈ ગયા. બિલ્ડિંગની અંદર ગયા. પટ્ટીવાળાને ખુરશી પર બેસાડ્યો. એને બાંધી દીધો. પટ્ટી હવે કાઢી નાખી. એણે આંખો ખોલી, ચોળી ને આજુબાજુ ડાફોળિયાં મારવા લાગ્યો. ‘ઓ ભાઈ મયંક, ડાફોળિયાં મારવાનું બંધ કર અને હું કહું તેવું કર.’ મયંક આશ્ચર્યમાં પડી ગયો. એને ખબર ન પડી કે આને મારું નામ ક્યાંથી મળ્યું! ‘બાઘાની જેમ મારી સામે જોયા ન કર બેવકૂફ! 10 દિવસથી તારા ઘરની રેકી ચાલે છે.’ ‘ગુંડાભાઈ!’ ‘મને ગુંડો કહે છે, ગુંડો?’ ‘અરે, સૉરી સર, તમે મારું અપહરણ કરીને આ કોઈ ગોડાઉનમાં લઈ આવ્યા છો તો આવાં કામ તો ગુંડા જ કરે ને!’ ‘ઓય, જબાન સંભાળીને વાત કર, એક તો હું ગુંડો નથી. એન્જિનિયર છું અને પાછું એમબીએ પણ કરેલું છે. નોકરી નથી મળતી એટલે..... ચલ હવે વાતો બંધ. ઘરે ફોન લગાવ. બૈરીને કહે મારું કિડનેપ થઈ ગયું છે ને ઘરમાં જે સોનું-ચાંદી છુપાવ્યું છે તે લઈને આવી જાય.’ ‘સોનું-ચાંદી! સર, તમને કોઈ મોટી ગેરસમજ થઈ લાગે છે... મારા ઘરે સોનું-ચાંદી? ઇમ્પોસિબલ.’ બૉસે ઈશારો કર્યો. ટપોરીઓએ ભેગા થઈ મયંકને ઉપરનીચેથી બરાબર ધોઈ નાખ્યો. ‘અરે સર, ના મરાવો યાર... મારી પાસે કોઈ સોનું-ચાંદી નથી, આપને કોઈ ગેરસમજ થાય છે.’ ‘યાદ કર... યાદ કર... તું ને તારી ઘરવાળી ત્રણ દિવસ પહેલાં રાત્રે વાતો કરતાં હતાં... એ બધી વાતો મેં મારા સગા કાને સાંભળી. સોનું-ચાંદી છે એનું શું કરું એવી તમે લોકો વાતો કરતાં હતાં એ બધી વાતો મેં સાંભળી. ત્યાર બાદ આ લોકલ ટપોરીઓને ભેગા કરી ટીમ બનાવી. સાલા, આ લોકોનો રોજ 4,000 રૂપિયા છે. પાછું 50% કમિશન અલગ. આ લોકો 10 જણ છે.’ ‘બેવકૂફ, મારા આ ટપોરીઓ પાછળ 40,000 તો વપરાઈ પણ ગયા. આ ટપોરીઓ એડવાન્સ વગર તો આવતા જ નથી. તું ગમે તે કર મને સોનું-ચાંદી જોઈએ એટલે જોઈએ જ. તારી ઘરવાળીને ફોન લગાવ અને હાં! એને કહી દે કે પોલીસને ઇન્ફોર્મ ના કરે નહીં તો...’ ‘પણ ગુંડાસર, સૉરી ગુંડાભાઈ, અરે અરે સૉરી! અરે સર, પણ હું રહ્યો નાનકડો માણસ. હું ક્યાંથી લાવું યાર?’ ‘તું એમ નહીં માને એમ ને! મારો સાલાને.’ ‘અરે ના મારો યાર, સર, એકબાજુ તમે મને સાળો કહો છો ને બીજીબાજુ મારો છો? એક મિનિટ મને યાદ કરવા દો યાર.’ 10 મિનિટ વીતી ગઈ. ટપોરીઓનો ચીફ અને 10 ટપોરીઓ મયંક સામે જોતા રહ્યા. ‘સર, તમે આ ડાયલોગ સાંભળ્યો હતો કે સોનું ચાંદી પડી છે એનું શું કરું?’ ‘હા.’ મયંક પુષ્કળ હસવા માંડ્યો. હસી હસીને બેવડ વળી ગયો. ટપોરીઓનો ચીફ અને ટપોરીઓ એની સામું બાઘાની જેમ જોવા માંડ્યા. ‘સર, મારી મિસિસનું નામ છે સોનુ અને જે ચાંદીની વાત તમે સાંભળી એ મારી જીભ પર પડેલી છે એની વાત ચાલતી હતી... ડાયલોગ આ હતો કે સોનુ, ચાંદી પડેલી છે એનું શું કરું? એ વખતે મેં જીભ બહાર કાઢી સોનુંને બતાવી હતી. જુઓ હું ડેમો કરી સમજાવું.’ મયંકે સમજાવ્યું. ‘સોનુ.’ પછી જીભ કાઢી. આંગળીથી જીભ પર પડેલી ચાંદી બતાવી. ‘ચાંદી પડી છે, શું કરું?… તમે યાર અધૂરી વાત સાંભળી.’ ‘બૉસ’ બાઘાની જેમ મયંક સામે જોતો રહી ગયો. 50% કમિશન જતું જોઈ પેલા 10 ટપોરીઓએ ‘બૉસ’ને જે ધોયો છે જે ધોયો છે.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:વિશ્વાસ-આત્મવિશ્વાસની અનોખી જુગલબંધી…
    Next Article
    મરક મરક:‘મ્યૂટ’ મોડ પર નૂતન વર્ષાભિનંદન: ઝૂમ બરાબર ઝૂમ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment