Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:વિશ્વાસ-આત્મવિશ્વાસની અનોખી જુગલબંધી…

    2 दिन पहले

    વિશ્વાસ આંખમાં નહીં, ચશ્માંમાં પગથિયાંમાં નહીં, દાદરમાં પંખીમાં નહીં, પાંખમાં અને માત્ર તમારામાં, માત્ર તમારામાં, માત્ર તમારામાં વિશ્વાસ દુષ્ટમાં નહીં, દુષ્ટતામાં શરાબમાં નહીં, સુરાપાત્રમાં માણસમાં નહીં, શબમાં અને માત્ર તમારામાં, માત્ર તમારામાં, માત્ર તમારામાં વિશ્વાસ કોઈ એકમાં નહીં, ઘણામાં પ્રવાહમાં નહીં, તળિયામાં; પગમાં નહીં, પાયજામામાં અને માત્ર તમારામાં, માત્ર તમારામાં, માત્ર તમારામાં વિશ્વાસ દરવાજામાં નહીં, બારીમાં નવ મહિનામાં નહીં,પણ માતામાં સુવર્ણના પાસામાં નહીં, પણ ભવિષ્યમાં અને માત્ર તમારામાં, માત્ર તમારામાં, માત્ર તમારામાં સેસાર બાયેહો અનુવાદ : હરીન્દ્ર દવે વિશ્વાસ રાખવાનો હોય. ભરોસો મૂકવાનો હોય. ચોવીસ કલાક ઘરની સંભાળ રાખનાર માણસમાં ક્યારેક વિશ્વાસ નથી હોતો એટલો વિશ્વાસ ઘરની બહાર નીકળતાં વાખેલાં તાળામાં હોય છે. આખી કવિતામાં કટાક્ષ છે. આપણને જેટલું દેખાય છે એમાં વિશ્વાસ નથી હોતો જેટલું બીજાની વાતો સાંભળીને આપણે ભરોસો ખોઈ નાખીએ છીએ એમાં પડે છે! નજર ઓછું જોતી થાય ત્યારે ચશ્માંનો ભરોસો અનિવાર્ય છે. ચશ્માં એ જુએ છે જે નજરને મનથી દેખાય છે. ફટાફટ ચઢઊતર કરતા પગ જેટલો ભરોસો દાદરમાં રાખે છે એટલો ભરોસો પોતાની ઉપર જ રાખતા હોત તો? દુનિયા વધુ જીવવા જેવી લાગત! પંખીને જેટલો ભરોસો પોતાની ઉપર નથી હોતો એટલો ભરોસો પોતાની પાંખ પર હોય છે. જે કામ કરીએ છીએ એમાં આપણા પ્રયત્નો આળસ તો નથી કરતા ને? કવિ દર ત્રીજી પંક્તિમાં વિશ્વાસ ‘માત્ર તમારામાં’ એવું ત્રણવાર ભારપૂર્વક કહે છે. ખુદ ઉપર ભરોસો હોય ત્યારે ખુદા પણ મહેરબાન થાય છે. નસીબ અવળચંડાઈ કરે ત્યારે પુરુષાર્થ ફળ આપે જ છે. વિશ્વાસની બુલંદી અડગ છે. જેમને પોતાની જાત પર ભરોસો છે એમની શ્રદ્ધા એમને ફળે જ છે. ફળ આપે જ છે. જ્યાં ખબર જ છે કે આપણે દુનિયામાં ઘણાં અનિવાર્ય દૂષણોની વચ્ચે જીવવાનું છે. જ્યાં ખબર જ છે કે જે પાત્રમાં આજે શરાબ છે એમાં ક્યારેક ગંગાજળ પણ છલકાવાનું જ છે. મૃત ક્ષણો જોડે જીભાજોડી કરવાથી વર્તમાન અમૃત બનતું અટકી જાય છે. કામથી નિસબત રાખનાર સામે કુદરતે પણ ઝૂકવું પડે છે. વંટોળ પણ વાયરો બનીને વિશ્વાસની હોડીના વહેણની દિશામાં આગળ વહે છે. જાત પરનો વિશ્વાસ જેટલો માણસને લાભ કરાવે છે એટલો વિશ્વાસ બીજાનો કામ નથી જ આવતો! જ્યારે જ્યારે વ્યક્તિ પોતાનો અવાજ સાંભળીને નિર્ણય કરે છે ત્યારે ત્યારે એને રસ્તો મળે જ છે. કાયમ શંકાથી જોતી દુનિયામાં ખુદનો વિશ્વાસ ગૂંગળાઈ જાય ત્યારે પોતાના અવાજને સાંભળવો. બીજાની વાતોમાં બીજાનો અનુભવ અને અકારણ નિંદા, તેજોદ્વેષનું ઉમેરણ રહેવાનું જ. વહેતા પ્રવાહમાં હાથ-પગ ધોવાય પણ ન્હાવા માટે તળિયાનું ઊંડાણ તાગવું પડે. આપણો વિશ્વાસ અને આપણો ભરોસો જ આપણા આત્મવિશ્વાસનું પહેલું પ્રકરણ છે. એટલે જ અંતમાં કવિ વાદળમાં ઢંકાયેલા સૂર્યને બહાર લાવે છે. આકાશ ઉઘાડી અને ઉગાડી આપે છે. એક બારી પણ ખુલ્લી હોય તો વિશ્વાસ કરવા જેવો છે. આકાશની જેમ વિશાળતા અંકે કરવા જેવી છે. ગર્ભ કરતાં માતાનો મહિમા જ વધારે રહેવાનો! પાસાં સોનાનાં હોય પણ સવળા ન પડે તો? ભવિષ્ય પર ભરોસો રાખવા જેવી ઉત્તમ શ્રદ્ધા એક પણ નથી અને ભવિષ્યનો જન્મ વર્તમાનમાં અને વર્તમાન આપણે છીએ એટલે છે એનો ખ્યાલ પ્રતિપળ રાખવા જેવો છે. પેરુવિયન ભાષાના કવિ સેસાર બાયેહોની કવિતાનો અનુવાદ હરીન્દ્ર દવેએ એવી રીતે કર્યો છે જાણે વિશ્વાસ અને આત્મવિશ્વાસની જુગલબંધી ન હોય! કવિતા આપણા સ્વભાવનું અનુસ્પંદન જ છે.
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:પ્રાસાદિક પરંપરાનો પાવન પ્રવાહ
    Next Article
    ટૂંકી વાર્તા:અપહરણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment