Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:વિશ્વભરની રોડ ટ્રિપના વિકલ્પ

    1 day ago

    નિતુલ ગજ્જર વાસના અઢળક પ્રકારમાં રોડટ્રિપ પણ સામેલ છે. આજકાલ ઘણા લોકો કોઈ ચોક્કસ સ્થળની જગ્યાએ લાંબા રસ્તે રખડવાનો આનંદ ઉઠાવે છે. આવા રસ્તાઓની સફર કરો એટલે તમારે કોઈ સ્થળે જવાની જરૂર પડતી નથી. તો ચાલો આજે દુનિયાના કેટલાક સૌથી રસપ્રદ રોડટ્રિપના વિકલ્પો જાણીએ…. રૂટ 66, યુ. એસ. એ. છેક શિકાગોથી સેન્ટા મોનિકા સુધી લંબાતો આ હાઇ-વે સત્તાવાર રીતે તો 1985માં જ બંધ કરી દેવાયો હતો. પરંતુ અમેરિકાના ઘણાં રાજ્યોમાં આજે પણ રૂટ 66ના વિવિધ અંશ જોવા મળે છે. અહીંથી પસાર થતાં રણ, પહાડ, સરોવરનાં અદભુત દૃશ્યો તો જોવા મળે જ છે, સાથે દાયકાઓથી કાર્યરત વિન્ટેજ ગેરેજ, ગેસ સ્ટેશન, રેસ્ટોરાં, નિયોન મોટેલ વગેરે મુસાફરોને અમેરિકાના ભૂતકાળથી વાકેફ કરાવે છે. ગ્રેટ ઓશિયન રોડ, ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના દક્ષિણ છેવાડે ટોર્કેથી એલન્સફોર્ડ સુધી લંબાતો ગ્રેટ ઓશિયન રોડ અસલમાં દુનિયાનું સૌથી મોટું યુદ્ધ સ્મારક પણ છે. પ્રથમ વિશ્વ યુદ્ધથી પાછા ફરેલા સૈનિકોએ આ રસ્તાનું નિર્માણ કરાવ્યું હતું. ઐતિહાસિક હોવાની સાથે આ રસ્તો ઓસ્ટ્રેલિયાના કેટલાક સૌથી મનોહર દૃશ્યો જોવાનો અનેરો લહાવો પણ આપે છે. સફર દરમિયાન અહીં કોઆલા અને હમ્પબેક વહેલ જોવા મળી શકે છે. રોમાન્ટિક રોડ, જર્મની જર્મનીમાં બાવેરિયા પ્રાંતમાં સ્થિત રોમાન્ટિક રોડ કોઈ પરીકથા જેવો લાગે છે. રોથેનબર્ગ ઓબ ડેર ટૌબરની પથરાળી શેરીઓથી લઈને ન્યુશ્વાન્સ્ટેઇન કૅસલના ભવ્યાતિભવ્ય બાંધકામ સુધી લંબાતો આ રસ્તો યુરોપિયન ઇતિહાસના લગભગ દરેક પાસાને આવરી લે છે. મધ્યકાલીન યુગનાં બજાર અને ચોક, દ્રાક્ષનાં ખેતરો અને કિલ્લાઓ વચ્ચેથી પસાર થતા આ રોડને માણવા કોઈ પ્લાનિંગની જરૂર પડતી નથી. ચેપમેન પીક ડ્રાઈવ, દક્ષિણ આફ્રિકા કેપટાઉનના હાઉટ બે અને નૂર્દહોક વચ્ચે સ્થિત આ મરીન ડ્રાઈવને ઘણા લોકો વિશ્વનો સૌથી સુંદર રસ્તો પણ ગણાવે છે. એક તરફ એટલાન્ટિક મહાસાગર અને બીજી બાજુએ પર્વતો વચ્ચેથી પસાર થતો વળાંકદાર રસ્તો આ સફરને વધુ મજેદાર બનાવે છે. ચેપમેન પીક ડ્રાઈવ માત્ર 9 કિલોમીટર લાંબી છે, પરંતુ આ સફરને માણવા આટલું અંતર પણ પર્યાપ્ત છે. અમાલ્ફી કોસ્ટ ડ્રાઈવ, ઇટાલી જેમ્સ બોન્ડ સહિત સેંકડો ફિલ્મોમાં દર્શાવાયેલો આ રસ્તો ભૂમધ્ય સમુદ્રને અડીને ઊભેલા ખડકો પર સ્થિત છે. છેક 19મી સદીથી અકબંધ રહેલો આ રૂટ એક રીતે એન્જિનિયરિંગની અજાયબી પણ છે. ખડક ચીરીને બનાવેલા અમાલ્ફી કોસ્ટ ડ્રાઈવ પર નિરાંતે દૃશ્યોની મજા માણતાં ગાડી ચલાવી શકાય છે. હૈ વાન પાસ, વિયેતનામ વિયેતનામના શાહી શહેર હ્યુ અને દરિયાકાંઠાના કેન્દ્ર દા નાંગ વચ્ચેનો રસ્તો હવે તો ટનલની મદદથી ટૂંકો અને આધુનિક કરી દેવાયો છે. પરંતુ જ્યારે ટનલનું નિર્માણ સામાન્ય નહોતું તે વખતે આ બંને શહેરને જોડતો રસ્તો હૈ વાન પાસથી પસાર થતો હતો. બંને તરફ ડુંગર, વળાંકોથી ભરપૂર રસ્તો અને ખડક વચ્ચેથી ડોકાતો સમુદ્ર આ રૂટને વિયેતનામનો સૌથી સુંદર રસ્તો બનાવે છે. હવે તો જોકે આધુનિક હાઈ-વે બની ગયો હોવાથી હૈ વાન પાસથી ખૂબ ઓછા લોકો પસાર થાય છે, પણ જેમને વિયેતનામનું અસલ સૌંદર્ય જોવું હોય તે આ રૂટ પસંદ કરી શકે છે. ફુરકા અને ગ્રીમસેલ પાસ, સ્વિટ્ઝર્લેન્ડ ધરતી પરનું સ્વર્ગ ગણાતા સ્વિટ્ઝર્લેન્ડમાં આમ તો દરેક રસ્તાનું સૌંદર્ય અનોખું છે જ. પરંતુ ફુરકા અને ગ્રીમસેલ પાસ એવા રૂટ છે જે હાલમાં જ મુસાફરોમાં જાણીતા બન્યા છે. યોગ્ય રીતે ડિઝાઇન કરેલા હેરપિન બેન્ડ્સ, ગ્લેશિયરનો નજારો અને સતત બદલાતું અલ્પાઇનનાં જંગલોનું દૃશ્ય આ રૂટને રસપ્રદ બનાવે છે. આ રસ્તો ગ્લેશિયરને અડીને નીકળતો હોવાથી અહીં જંગલ ઉપરાંત સરોવર અને નદીઓ પણ જોવા મળે છે. સાથે રસ્તાને અડીને વસેલાં ગામડાં અને પથ્થરનો ઉપયોગ કરીને બનાવેલાં મકાનો પણ જોવાલાયક છે. આવો મજેદાર અનુભવ પ્રદાન કરતો ફુરકા અને ગ્રીમસેલ પાસનો રૂટ જોકે માત્ર ઉનાળા દરમિયાન જ ખુલ્લો હોય છે. બાકીનો સમય સુરક્ષાની દ્રષ્ટિએ અહીં ફરવા આવતા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. તિયાનમેન માઉન્ટેન રોડ, ચીન સ્થાનિકોમાં ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાતા ચીનના તિયાનમેન માઉન્ટેન રોડને પર્વતીય ઇજનેરીના સૌથી અસાધારણ પરાક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરૂઆતથી તિયાનમેન પર્વતની ટોચ સુધીમાં 99 હેરપિન બેન્ડ્સ ધરાવતો આ રસ્તો સતત ઉપર ચડે છે. માંડ 10 કિલોમીટરમાં તો આ રોડ 1000 મીટરથી વધુની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જેના કારણે મુસાફરોને કોઈ રોલર કોસ્ટરમાં સવાર થયા હોય તેવી અનુભૂતિ થાય છે. તિયાનમેન માઉન્ટેન રોડ ઊંચાઈએ પહોંચે ત્યારે રસ્તો ધુમ્મસથી ઢંકાયેલાં શિખરોમાંથી પસાર થાય છે. ઉપરાંત આ રોડના અંતે પ્રખ્યાત તિયાનમેન ગુફા સ્થિત છે, જ્યાં ચીનના ઇતિહાસને સમજવાની સાથે ખીણનો નજારો જોવાનો પણ મોકો મળે છે.
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:વહ કૌન થી: ‘કાફે ડી પેરિસ’ની એ મુલાકાત અડીખમ હિઝબુલ્લાહની ઘોર ખોદવામાં નિમિત્ત બની
    Next Article
    અપડેટ:ફોન અને લેપટોપની ડિજિટલ સફાઈ કરી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment