Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:ફોન અને લેપટોપની ડિજિટલ સફાઈ કરી?

    2 days ago

    દિ વાળી આવી અને જતી રહી. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આપણે બધાએ ઘરની સાફ-સફાઈ કરી. ભીંતે બાઝેલા જાળાં પાડ્યાં, પંખાની ધૂળ ખંખેરી, સ્ટોર રૂમમાં ધૂળ ખાતો જૂનો સામાન બહાર કાઢ્યો અને નકામાં કપડાંનો પણ નિકાલ કરી દીધો. ઘરનો ખૂણેખૂણો ચમકાવી દીધો, અને ઘરનો ભાર હળવો થતાં જ આપણું મન પણ હળવુંફૂલ થઈ ગયું! પરંતુ, આ બધી જ સાફસફાઈ વચ્ચે એક વસ્તુ હજુય એવી ને એવી જ પડી છે - તમારો સ્માર્ટફોન. જેને આપણે દિવસના પંદર કલાક હાથમાં પકડી રાખીએ છીએ. શું તમે સ્માર્ટફોન કે પછી કમ્પ્યૂટરની સફાઈ કરી? આ બંને વસ્તુઓ અંદર અને બહાર, બંને બાજુ કચરાથી ભરેલી હોય છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ તો કરી લીધી, ચાલો, હવે આ ગેજેટ્સની ‘ડિજિટલ સફાઈ’ કરીએ. પહેલાં બહારની સાફસફાઈ સૌથી પહેલાં તમારા ફોનનું બેક કવર હટાવો. ત્યાં તમને મહિનાઓ જૂની ધૂળ, પરસેવાના ડાઘ અને ક્યારેક તો ભેજ પણ જોવા મળશે. જો તમારું કવર સિલિકોન કે પ્લાસ્ટિકનું હોય, તો તેને હળવા સાબુવાળાં પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને સૂકવી દો અને સાવ કોરું થઈ જાય પછી જ પાછું ચડાવો. હવે વાત કરીએ ફોનની બેક પેનલ અને લેપટોપની બોડીની. તેની સફાઈ માટે એકદમ ચોખ્ખા માઇક્રોફાઇબર કાપડનો (જેવું આપણે ચશ્માં લૂછવા માટે વાપરીએ છીએ) ઉપયોગ કરો. આ કાપડ પર થોડું આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા સેનિટાઇઝર સ્પ્રે કરો અને પછી હળવા હાથે ડિવાઇસને લૂછી લો. તમારા ફોન અને લેપટોપના સ્ક્રીનની સફાઈ માટે પણ આ જ રીત અપનાવો. ક્યારેય પણ સ્ક્રીન કે ફોનની બોડી પર સીધું પાણી ન છાંટવું. તેમજ ગ્લાસ ક્લીનર જેવા કડક કેમિકલનો ઉપયોગ પણ ટાળવો. તેનાથી સ્ક્રીનનું કોટિંગ ખરાબ થઈ શકે છે. છેલ્લે, લેપટોપના કીબોર્ડમાં ભરાયેલી ધૂળ કાઢવા માટે એકદમ નરમ બ્રશનો ઉપયોગ કરો. હવે વારો આવે છે પોર્ટનો. ખિસ્સામાં રહેલા કપડાંના રેસા અને ધૂળ ચાર્જિંગ પોર્ટમાં જમા થઈને એક પડ બનાવી દે છે. પરિણામ એ આવે છે કે ફોન ધીમો ચાર્જ થાય છે અથવા કેબલ ઢીલો લાગે છે. સ્પીકરની જાળીમાં પણ આવું જ થાય છે અને અવાજ દબાવા લાગે છે. તેની સફાઈ માટે લાકડાંની ટૂથપિક અથવા સૂકા અને નરમ બ્રશનો હળવા હાથે ઉપયોગ કરો. સેફ્ટી પિન જેવી ધાતુની વસ્તુ અંદર બિલકુલ ન નાખતા, નહીંતર અંદરના કનેક્ટર તૂટી શકે છે. સ્ટોરેજ ફુલનો સચોટ ઈલાજ: અંદરની સફાઈ ફોનને બહારથી ચમકાવ્યા પછી હવે વારો છે અસલી કચરો એટલે કે લોકલ સ્ટોરેજને સાફ કરવાનો. આનો સૌથી સહેલો રસ્તો છે ‘6 મહિનાનો નિયમ’. જે એપ છેલ્લા છ મહિનામાં એકવાર પણ નથી ખોલી, તે ભવિષ્યમાં પણ કામ નહીં જ આવે. જૂની શોપિંગ એપ્સ, ગેમ્સ અને ઓફરની લાલચમાં ડાઉનલોડ કરેલી એપ્સ હટાવી દો. ‘કદાચ ક્યારેક કામ લાગશે’વાળી માનસિકતા જ ફોનને કબાડખાનું બનાવે છે. જરૂર પડશે તો એપ ફરીથી બે મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે હવે વાત કરીએ કેશ (Cache) ની. કેશ મેમરી એ એવો કામચલાઉ ડેટા (ટેમ્પરરી ફાઇલ્સ) છે જે ફેસબુક, ‘ઇન્સ્ટાગ્રામ’ અને ‘યૂ-ટ્યૂબ’ જેવી એપ્સ સેવ કરે છે. જેથી વારંવાર ઇન્ટરનેટ પરથી લોડ ન કરવા પડે. સમય જતાં આ કેશ ફાઇલ 2-3 જીબી જગ્યા રોકી લે છે. તેને સાફ કરવાના સ્ટેપ્સ: સ્માર્ટ સ્ટોરેજ ટૂલનો ઉપયોગ વિન્ડોઝમાં સેટિંગ્સ > સિસ્ટમ > સ્ટોરેજ અને ‘મેક’માં એપલ મેનૂ > સિસ્ટમ સેટિંગ્સ > જનરલ > સ્ટોરેજમાં જાઓ. અહીં સિસ્ટમ જાતે જ બતાવી દેશે કે કઈ ફાઇલ્સ સૌથી વધુ જગ્યા રોકી રહી છે. તમે માત્ર એક ક્લિકથી તેને હટાવી શકો છો. રિસાઇકલ બિન ખાલી કરો: કચરો કચરાપેટીમાં તો નાખી દીધો, પણ તેને ઘરની બહાર કાઢવો પણ જરૂરી છે! ડેસ્કટોપ પર રિસાઇકલ બિન આઇકોન પર રાઇટ-ક્લિક કરો અને એમ્પટી રિસાઇકલ બિન પર ક્લિક કરો. ફોન અને લેપટોપમાંથી નકામો ડેટા હટાવવાથી એકદમ સ્પીડમાં ચાલશે, ચાર્જિંગ જલદી થશે અને બેટરી પણ થોડી વધારે ચાલશે. દર મહિનાના પહેલા રવિવારે આ ‘ડિજિટલ સફાઈ‘ કરવાની આદત પાડો. ખાસ યાદ રાખો કે કોઇ પણ વસ્તુ ડિલીટ કરતા ચેક કરી લેવી કે કામની તો નથીને. ફોન તો સાફ થઈ ગયો પણ તમારા જીમેલ અને ગૂગલ ડ્રાઇવનું શું, જ્યાં 15 જીબીની લિમિટ હવે પૂરી થવા આવી છે? ત્યાં રહેલા કચરાને કેવી રીતે સાફ કરવો, તેની વાત આવતા અઠવાડિયે!
    Click here to Read More
    Previous Article
    સફર:વિશ્વભરની રોડ ટ્રિપના વિકલ્પ
    Next Article
    અક્ષરનો અજવાસ:પ્રાસાદિક પરંપરાનો પાવન પ્રવાહ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment