Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:નવા વર્ષે પંચ પ્રણ

    7 hours ago

    ડો. જયેશ વાછાણી વિક્રમ સંવતના આ શરૂઆતના મહિના ને ઈસવીસનના છેલ્લા. ક્યાંક કશુંક પૂરું થાય છે ને ક્યાંક શરૂ. કશુંક જાય તો કશુંક આવે. ક્યાંકથી નીકળીએ તો ક્યાંક પહોંચીએ. સાંજ આથમે તો નવી સવાર ઊગે. વૃંદાવન છોડે એ નવી દ્વારકા રચે. મજા તો સફરની છે, સતત ચાલતા રહેવાની છે, કશુંક જાણી, માણી, પામી, આનંદ કરી આગળ વધતા રહેવાની છે. નવું નવું અનુભવવા કમ્ફર્ટ ઝોન છોડવો પડે. બંધિયારને બદલે વહેવું પડે. ભૂલ પડે, ભૂલાય પડીએ. ફરી પાછા નવા રસ્તે ચાલતા રહીએ. કેટલું છે આ દુનિયામાં – જોવાનું, જાણવાનું, સાંભળવાનું, ફરવાનું, ખાવાનું, વાંચવાનું, માણવાનું, અનુભવવાનું..! ત્યારે નકામી પંચાત, ઈર્ષ્યા, કૂથલી, બળતરા, સરખામણીમાં ટાઈમ વેડફવો એ મૂર્ખામી છે. આ જિંદગીને જમાવટથી જીવવામાં બદલો લેવાનોય સમય ક્યાં છે! એટલે સમયને જ એ સોંપી દઈએ, લઈ લેશે એ, એમને લેવો હશે એમ. નવા વર્ષે નાનામાં નાની વાતમાંથી સારું શોધી, મોટામાં મોટી વાતને સરળ બનાવી, આપણા સૌની સમજ વધે એ જ કોશિશ કરતા રહીએ. જીવનમાં ઘટતી ઘટનાઓ અને થતા અનુભવોથી આવતી સમજણને આધારે; સ્થિતિ, સંજોગ, વ્યક્તિ મુજબ જાતે, જાતને ઘડવાના – શણગારવાના – સાજી કરવાના – મજામાં રાખવાના સંકલ્પો અલગ અલગ જ હોવાના. અહીં આ નવા વર્ષે, ખુદ ખાતર, ખાસ મેન્ટલ હેલ્થને ટનાટન રાખવા, લેવા જેવા, જાતે સૂઝેલા – સમજાયેલા પંચ પ્રણ: 1, ‘કોઈ કોઈનું કંઈ માનતું નથી. બળતરા બંધ.’ 2, ‘સૌ પોતે જ સાચા છે એવું સાબિત કરશે. માની લેવું.’ 3, ‘ઈમોશનલ ઓછું, પ્રેક્ટિકલ વધુ થવું. નસીબ એના.’ 4, ‘કોઈને સાચું સાંભળવું જ નથી. સારું જ કહેવું.’ 5, ‘થવાનું છે તે થઈને જ રહેશે. સ્વીકારવું.’ આ પંચ પ્રણ વિશે વિચારજો. જૂની ઘટનાઓ, અનુભવોને યાદ કરજો, મોટા ભાગે હાથે કરીને હેરાન થવામાં આ બાબતોનો સવિશેષ ફાળો હશે! બીજાની બળતરામાં ખુદની હેલ્થ બગાડી હશે. બીજાને સારું લગાડવા, જાતને જાતે ખરાબ લગાડ્યું હશે. હવે જોજો, આ પાંચ સંકલ્પોના અમલથી શાંતિ અનુભવાશે, હાશ થશે, નિરાંત લાગશે, સમય બચશે, મરજી મુજબ જીવાશે, મજા આવશે. કોઈને આપણાથી કે આપણને કોઈથી ખોટું નહીં લાગે! આપણને બધા અને બધાને આપણે ગમવા લાગીશું. જરૂર છે જગતને બદલે જાતને ખુશ રાખવાની. હું મને ગમીશ તો બીજાને હું અને મને બીજા ગમશે. બીજાને ખુશ કરવા પણ આપણે ખુશ રહેવું જોઈએ, સુખ વહેંચવા આપણી પાસે એની સિલક તો હોવી જોઈએ ને! વિચારજો.
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:સ્નેહનો અભિષેક કદી અધૂરો હોઈ શકે નહીં
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:બારણું જોજે ને માથું સાચવીને આવજે, મારા દરવાજે જરા નીચો નમીને આવજે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment