Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:સ્નેહનો અભિષેક કદી અધૂરો હોઈ શકે નહીં

    7 hours ago

    વિનોદ જોશી કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે - હરીન્દ્ર દવે સૃષ્ટિ પર જે કંઇ છે તે બધું જ હોવું જોઈએ માટે છે. તેનાં પર પસંદગી કે નાપસંદગીની મહોર તો આપણે મારીએ છીએ. એ ગણિત આપણું રચેલું હોય છે. આપણાં રચેલાં માળખામાં આપણે જ ફસાયેલાં છીએ તેવો મર્મ આ પંક્તિઓ કોઈ સારસૂત્રની માફક આપે છે. આપણને જે અપેક્ષિત હોય તેની શોધ આપણાં ધોરણોને ઘડે છે અને પછી એ ધોરણે જ આપણે મૂલ્યાંકનો કરતાં થઈ જઈએ છીએ. કોઈ તેમાંથી બાકાત નથી. આશ્ચર્ય થાય છે કે આપણને નિયંત્રિત કરનારું તંત્ર આપણે જ ઘડીએ છીએ અને આપણી નૈસર્ગિક મુક્તિને સામે ચાલીને ત્યાગી દઈએ છીએ. સ્નેહ જેવી અમૂલખ સંપદા સાથે પણ આપણો વ્યવહાર આવો જ હોય છે. આ પંક્તિ તેના પર પ્રકાશ ફેંકે છે. સ્નેહ કદી અપૂર્ણ હોઈ શકે નહીં. અપૂર્ણ લાગે તો તે કેવળ વ્યવહાર ગણાય. વ્યવહારને હંમેશાં કોઈ ને કોઈ માપદંડ હોય છે. કોઈનો સ્નેહ વધારે અને કોઈનો સ્નેહ ઓછો તેવું વિચારીએ ત્યારે-ત્યારે તેમાં સ્નેહ નહીં, પણ વ્યવહારને માપવાનો પ્રયત્ન હોય છે. સ્નેહ વ્યવહારરૂપે કદી હોતો નથી. તે નિરાલંબ એવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી લાગણી છે. તે સમીક્ષાથી પર છે, કારણ કે તેને કોઈ સ્વરૂપમાં બાંધી શકાય તેમ નથી. વ્યવહારજગતના સંબંધોનું માળખું બહુ સંકુલ છે. પતિ-પત્નીના સંબંધો કે પછી સંતાનોના સંબંધોમાં અનેક સ્તરે કેવળ વ્યવહારુતાનો પાશ વળગેલો હોય છે. પતિ માટે શુભકામના સેવતી પત્ની વ્રત-ઉપવાસ આદિ કરે તેમાં જાણ્યે-અજાણ્યે પણ સૂક્ષ્મ સ્વાર્થ પડેલો હોય છે. પોતાનું સંતાન બીજાની તુલનાએ ચડિયાતું બને તે માટે માબાપ સંતાનની તુલનાત્મક કાળજી લે છે તેમાં પોતાની અભિલાષાઓને મૂર્ત કરવાની ખેવના જ કેન્દ્રમાં રહેતી હોય છે. આ પણ એક પ્રકારનો સૂક્ષ્મ સ્વાર્થ જ છે. સંબંધોના આવા સામાજિક ઘેરાવામાં આવી શકતા દરેક પાત્રો વિશે વિચારીશું તો લાગશે કે એમની સાથેનો આપણો સંબંધ મુખ્યત્વે તો વ્યવહારની ભૂમિકાનો જ હોય છે. કેટલીક વાર તો તેમાં મજબૂરીઓ પણ ભળેલી હોય છે. આપણે તેને ફરજ તરીકે ઘટાવીને ઘણી વાર મનને મનાવતા હોઈએ છીએ. વ્યવહારુ સંબંધોની ઔપચારિકતાનો સ્વીકાર કે એકરાર કરી શકીએ તેટલાં પ્રામાણિક આપણે નથી બની શકતાં. મોટા ભાગે તો વ્યવહારો નિભાવવાનું આપણને એવું તો કોઠે પડી ગયું હોય છે કે લાગણીના સંબંધની ભ્રામકતાનો આપણને ખ્યાલ સુધ્ધાં આવતો નથી. આપણે સામાન્ય અર્થમાં જેને સ્નેહ કહીએ છીએ તે મુખ્યત્વે આપણા ગમા-અણગમાના પાયા પર સ્થિર થયેલો હોય છે. સ્નેહની ઓછીવત્તી કક્ષાની ભ્રાંતિ આ ગમા-અણગમાની કક્ષા અનુસાર થયા કરે છે. સ્નેહનું કારણ ગમા-અણગમામાં સીમિત હોય તો તેની સાપેક્ષતા આપોઆપ સ્પષ્ટ છે. સાધારણ તર્કથી પણ આ વિચારી શકાય તેમ છે. ચાહવું નામની પ્રક્રિયા જ એટલી નિરપેક્ષ છે કે તેમાં અમુકતમુક પરની સીમા નગણ્ય બની જાય છે. ચાહવું તે વ્યવહારુ કર્મકાંડ નથી. સ્નેહનો આવિર્ભાવ દેશકાળથી પર છે તે રીતે વ્યવહારધર્મથી પણ પર છે. સ્નેહ જેવો અલૌકિક શબ્દ વ્યવહારની ગોફણે ગમે તેમ આડોઅવળો ફંગોળાતો રહે છે. સ્નેહને કેવળ વ્યક્તિસ્નેહ પૂરતો મર્યાદિત રાખીને સમજવામાં પણ એક પ્રકારની કુંઠા છે. વ્યક્તિની વાત આવે છે ત્યારે વ્યવહાર વચ્ચે આવે છે અને વ્યવહાર વચ્ચે આવે ત્યારે ગમા-અણગમા અને સ્વાર્થવશ પ્રગટતી લાગણીઓનો પિંડ બંધાવા લાગે છે. સ્નેહનું આ ભ્રામક રૂપ છે. કોઈ ફૂલ પોતે જેના પર ખીલ્યું હોય તે કરતાં કોઈ બીજા છોડ પર ખીલ્યું હોત તો સારું હતું તેમ વિચારી શકતું નથી, કારણ કે ફૂલને વિચારનું તંત્ર મળ્યું નથી. આપણે વિચારી શકીએ છીએ, તેથી પસંદગી-નાપસંદગી જેવા દ્વૈતમાં ફસાઈ જઈએ છીએ. પરિણામે અનર્ગળ એવી સ્નેહની અનુભૂતિથી વંચિત રહી જઈએ છીએ. સ્નેહના નિરામય અનુભવ સુધી પહોંચવાનું એટલે જ આપણા માટે શક્ય બનતું અટકી જાય છે. સ્નેહનો અભિષેક કદી અધૂરો હોઈ શકે નહીં. તે સંપૂર્ણતામાં જ પ્રગટે અને સંપૂર્ણતામાં જ અનુભવાય છે. એવો અનુભવ ન મળે ત્યારે તેવો સ્નેહ વિશુદ્ધ નથી, ખરડાયેલો છે. તેને કશાંક વળગણો છે. એ વળગણો વચ્ચે પણ આપણે સ્નેહાધીન રહી શકતા હોઈએ તો તેમાં જરૂર કશોક મિથ્યા અનુભવ સેવીએ છીએ તેમ કહેવું પડે. કવિએ આ પંક્તિ કદાચ એટલે જ લખવી પડી હશે.
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:પ્રત્યેક સવારે ઊગતો સૂરજ એટલે જિંદગીની કોરી સ્લેટ પર નવો અવસર
    Next Article
    થેન્ક યૂ:નવા વર્ષે પંચ પ્રણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment