Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુખની શોધ:કર્મથી આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ

    6 hours ago

    હસમુખ અઢિયા આ પણે બધાએ કામ કરવું જ પડે છે. લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ નવરી બેસી શકતી નથી. નવરા હોઈએ ત્યારે પણ આપણું મન સતત કાર્યરત રહે છે. કામ આપણા જીવનનો અભિન્ન ભાગ છે અને જાગૃત અવસ્થાનો મોટો સમય તેમાં જ પસાર થાય છે. તેથી જો આપણે કામમાં આનંદ ન અનુભવીએ, તો જીવનનો મોટો ભાગ અસંતોષમાં વિતાવવો પડે. આથી, કામ પ્રત્યે યોગ્ય વલણ કેળવવું અત્યંત મહત્ત્વનું છે. સૌપ્રથમ, કામ જીવનનો અનિવાર્ય ભાગ છે એ સ્વીકારવું જોઈએ. તેને ટાળવાને બદલે, શક્ય હોય તો પોતાની રુચિ અનુસાર કામ પસંદ કરવું જોઈએ. જો પસંદગીની તક ન હોય, તો જે કામ મળ્યું છે તેમાં રસ કેળવવો વધુ હિતાવહ છે. સાથે જ, જીવનની વિવિધ ભૂમિકાઓ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. વ્યાવસાયિક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં પરિવાર પ્રત્યેની ફરજો અને અન્ય સામાજિક જવાબદારીઓની ઉપેક્ષા ન થવી જોઈએ. માત્ર એક ક્ષેત્રમાં સફળતા મેળવીને જીવનમાં સર્વાંગી સફળતા મેળવી શકાતી નથી. આપણે જે પણ કામ કરીએ, તે નિષ્ઠા અને ખંતથી, શક્ય તેટલી કાર્યક્ષમતા સાથે કરવું જોઈએ. પોતાની ફરજની ઉપેક્ષા કરવી એ ગંભીર ભૂલ છે. આપણા સમાજમાં ‘મારે શું?’ અને ‘મારું શું?’ એવી બે વૃત્તિઓ જોવા મળે છે. પહેલી વૃત્તિ બેદરકારી દર્શાવે છે, જ્યારે બીજી સ્વાર્થ. આવી માનસિકતા ધરાવતી વ્યક્તિ કદાચ પોતાને હોશિયાર માને, પરંતુ અંતે તે પોતાની ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી શકતી નથી અને પોતાને જ નુકસાન પહોંચાડે છે. એક વખત મારા એક સહકર્મચારીએ પૂછ્યું, ‘જો મારી ઓફિસમાં બીજા બધા લોકો બેદરકારીથી કામ કરતા હોય, તો મારે જ નિષ્ઠાપૂર્વક કામ શા માટે કરવું?’ મેં તેને સમજાવ્યું કે તેનાં બે મહત્ત્વનાં કારણો છે. પ્રથમ, સંસ્થા આપણને પગાર અને અન્ય લાભો આપે છે, તો તેના બદલામાં આપણે પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ. કામ કર્યા વિના લાભ મેળવવો એ નૈતિક રીતે અયોગ્ય છે. બીજું, ભલે ઉપરી અધિકારીઓ આપણી બેદરકારી પકડી ન શકે, પરંતુ આપણી અંતરાત્માથી તો આપણે છૂપી રાખી શકતા નથી. આપણે માત્ર ઉપરી અધિકારીને ખુશ કરવા માટે નહીં, પરંતુ પોતાની અંતરાત્માને સંતોષ મળે એ રીતે કામ કરવું જોઈએ. આધ્યાત્મિક દૃષ્ટિએ, આપણાં કર્મો જ આપણાં ભાવિનું નિર્માણ કરે છે. તેથી દરેક કાર્યમાં નિષ્ઠા રાખવી એ માત્ર વ્યાવસાયિક નહીં, પણ નૈતિક જવાબદારી પણ છે. આ જ ભાવનાને ‘કર્મયોગ’ કહેવામાં આવે છે. કર્મયોગી વ્યક્તિ પોતાની ફરજને સ્વીકારે છે અને તેને સ્વાર્થ, અહંકાર કે બેદરકારી વિના નિભાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક કાર્ય પહેલાં પોતાના લાભની ગણતરી કરતો નથી. તે માને છે કે સદ્કર્મનું મૂલ્ય તેના તાત્કાલિક પરિણામથી નક્કી થતું નથી. સારાં કર્મોનું ફળ યોગ્ય સમયે મળે જ છે; તેથી વિલંબ થાય તો પણ નિરાશ થવાની જરૂર નથી. આપણે માત્ર ઉપરી અધિકારીને ખુશ કરવા માટે નહીં, પરંતુ પોતાની અંતરાત્માને સંતોષ મળે એ રીતે કામ કરવું જોઈએ. સમર્પણ અને આનંદથી કરેલું કામ આપણી કાર્યક્ષમતા વધારે છે. દરેક કાર્ય આપણને કંઈક નવું શીખવે છે, અનુભવ આપે છે અને આપણા વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવે છે. તો પછી કામથી દૂર ભાગીને કે બેદરકારી દાખવીને આપણે કોને છેતરીએ છીએ? બીજાને કે પોતાની જાતને? જીવનનો કિંમતી સમય વ્યર્થ વેડફવાને બદલે, દરેક જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવીએ. કારણ કે કામ માત્ર ફરજ નથી; તે આત્મવિકાસ, ચારિત્ર્યઘડતર અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ છે.
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:પ્રિ-દિવાળીનો ડિજિટલ ગોસમોટાળો...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment