Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

    6 hours ago

    હરદ્વાર ગોસ્વામી એક ચોર ચોરી કરતાં પકડાયો, ત્યારે પોલીસે એને પૂછ્યું કે ‘તું એક દુકાનમાં બીજી વાર ચોરી કરવા કેમ આવ્યો?’ ત્યારે એણે કહ્યું કે ‘નવા વર્ષે પત્નીને સાડી ભેટ આપવા સાડીની દુકાનમાં ચોરી કરી પણ પત્નીને કલર પસંદ ન પડ્યો એટલે બીજી વાર આવ્યો.’ પત્ની માટે વસ્તુ લાવો તોય મુશ્કેલી અને ન લાવો તોય મુશ્કેલી. ‘આવું લવાતું હશે?’ અને ન લાવો તો ‘છેક ત્યાં ગયા પણ યાદગીરી રૂપે કોઈ વસ્તુ તો લાવવી હતી.’ તમે ગમે તે વસ્તુ લાવ્યા હો એ પત્નીને એમ જ લાગે કે આપણે વધારે રૂપિયા આપીને આવ્યા છીએ અને એ ગમે તે વસ્તુ લાવી હોય એને એમ જ લાગે કે ઓછા રૂપિયા આપીને લાવી છે. ‘કોઈને શું ભેટ દેવી?’ એ સવાલ સવા લાખનો છે. ભેટ આપીશું એ ગમશે? એ સાચવશે? અરે ભાઈ, ગોર લગ્ન કરી દે, ઘર ન ચલાવે. એમ આપણે ભેટ આપીને છૂટા થવાનું હોય. નવા વર્ષમાં ગિફ્ટનું માર્કેટ ધમધમે. આજકાલ કાર્યક્રમમાં જીવંત છોડ આપવાનો સારો ઉપક્રમ ચાલે છે. એક સ્કૂલ દરેક વિદ્યાર્થીને વૃક્ષનો છોડ ભેટ આપે છે અને જે એને સારી રીતે ઉછેરે છે એને ‘વૃક્ષમિત્ર’ એવોર્ડ અપાય છે. વૃક્ષને પત્થર મારો તો પણ ફળ આપે છે, એ પછી ભલે કઠિયારો હોય. દુશ્મન પર પણ ઉપકાર કરે એ વૃક્ષ છે. નાતાલનું વૃક્ષ સમૃદ્ધિનું પ્રતીક છે. સાંતાક્લોઝની બાળકોને મળતી ગિફ્ટ વિસ્મયની વાર્તાનું ક્લાઈમેક્સ છે. બાળકોને સરપ્રાઈઝ આપવી અને લેવી, બંને ગમે છે. બાળક પણ ઈશ્વરની સૌથી મોટી સરપ્રાઈઝ છે. વૈભવ સૂર્યવંશીને બાળક ગણતા બોલર્સને બાઉન્ડ્રી પાકી કરાવી દીધી. ભેટપ્રથા એક સરસ સમાજવ્યવસ્થા છે. કોઈનું કંઈ ખાઈએ છીએ તો બદલામાં એને આપતા જઈએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં કોઈના ઘરે ચા પીએ તો પણ ઘરના નાના બાળકના હાથમાં કંઈ આપવાની આપણી પરંપરા છે. લગ્નપ્રસંગે ખર્ચા મોટા હોય એટલે ચાંદલાપ્રથા શરૂ થઈ. એમાં યથાશક્તિ પ્રમાણે સૌ લખાવે. આજે આણે આટલો લખાવ્યો તો મારે આટલો લખાવવો જ પડશે, એ દેખાદેખી સમાજ માટે ઘાતક છે. ભેટનું કદી મૂલ્ય આંકવું જોઈએ નહીં. કોઈનું કંઈ લીધું હોય તો પરત કરવાની ભાવનામાંથી જ રિટર્ન ગિફ્ટનો જન્મ થયો. સવાર-સવારમાં કોઈને સ્મિત આપીએ એ પણ ભેટ છે. કદાચ એ માણસનો દિવસ શાનદાર બની જાય! માતૃભાષાના મરસિયાઓ વચ્ચે કવિતાઓ મેલોડી સોંગની મજા આપે છે. ભાષાનો યોગ્ય ઉપયોગ નેતા ન કરે તો દિલ અને દિલ્હી દૂર થઈ જાય છે. માતૃભાષાના મધ સામે બીજી ભાષાની ચૉકલેટના 5 રૂપિયા પણ ન આવે. ઈશ્વરની સૌથી મોટી ભેટ માણસ છે અને માણસની સૌથી મોટી ભેટ ભાષા છે. ઈશ્વરે દરેક માણસને કોઈ ને કોઈ વિશેષતાની ભેટ આપી છે. ‘ગોડ ગિફ્ટ’ સૌથી મોટી ભેટ છે. એને ઓળખતાં આવડવું જોઈએ અને એ દિશામાં આગળ વધવું જોઈએ. કેટલાક મહાનુભાવો પોતાને મળેલી ભેટની હરાજી કરી એની રકમ દાનમાં દેતા હોય છે. ભેટની ભેટ ન અપાય. મોર્નિંગ વૉકમાં એક ભાઈ બહુ ઉત્સાહથી ચાલતા હતા ત્યારે એના મિત્રએ કારણ પૂછ્યું તો કહે ‘આજે ભેટમાં આવેલા બૂટ પહેરીને આવ્યો છું.’ મફતમાં મળેલાની મજા કંઈ ઓર હોય છે. કરોડપતિ માણસને પણ ગિફ્ટ આવે તો ગમે. વસ્તુ ખરીદીએ એના કરતાં કોઈ સોગાદ મળે ત્યારે આનંદ બેવડાઈ જાય છે. ભેટનો ભેટો મજાનો હોય છે. રક્ષાબંધનના દિવસે એક ભાઈએ એની બહેનને સિગારેટ છોડીને ભાવનાત્મક ભેટ આપી. ગિફ્ટમાં લાગણી ભળે ત્યારે એની મહત્તા વધી જાય છે. ગિફ્ટ કોણ આપે છે, એના પર બહુ મોટો દારોમદાર છે, આપણી પ્રિય વ્યક્તિ સામાન્ય ભેટ આપે તો પણ એ અસામાન્ય બની જાય છે. ગિફ્ટ મિત્ર આપે તો વસ્તુ અને ગુરુ આપે તો તત્ત્વ બને છે. કેટલાક તો કૂપનની ગિફ્ટ માટે છાપું બંધાવે છે. બાથરૂમ ગમી જાય તો ઘર ન ખરીદવાનું હોય! અમેરિકામાં વેલેન્ટાઈન ડે પર યુવાનો ગિફ્ટ પાછળ સરેરાશ 135 ડૉલર ખર્ચે છે, આપણે ત્યાં 135નો મસાલો ચોળીને ‘યા હોમ...’ કરીને પડે છે. ભેટ યુનિક હોવી જોઈએ અને સામેની વ્યક્તિને કામ લાગે એવી હોવી જોઈએ. ટાલિયાને કાંસકો ન અપાય. રોજ સવારે ફૂલોની દેણગી ઈશ્વર આપે છે, પણ એ કદી રિટર્ન ગિફ્ટની અપેક્ષા નથી રાખતો. આપવાનો આનંદ અનોખો અને અદકેરો છે. ‘ગિવિંગ’ની ફીલિંગ હોઠ અને હૈયાને ટાઢક અર્પે છે. જેમ આપણે કોઈ મિત્ર મળે તો ચા પીવડાવીએ એમ એક મિત્ર પુસ્તક આપે. અમૂર્ત ભેટ બોલે તો ભાવનાત્મક ભેટ પાછી આપી શકાતી નથી કે માગી શકાતી નથી, જે જીવનભરની કસક બની જાય છે. ગુલઝાર કહે છે: ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…’ માણસ એ ઈશ્વરની ભેટ છે અને ઈશ્વર એ માણસની ભેટ છે. રોજ નવા નવા માતાજી બજારમાં આવ્યા કરે છે. માણસ હજારની ભેટ સામે લાખ ગણી પ્રસિદ્ધિ મેળવે છે ત્યારે એ ભેટભાટાઈ બની જાય છે. ગુપ્ત ભેટ એ સાચી ભેટ છે. એવી ગુપ્ત ભેટ પણ ન આપો કે ચેકમાં સાઈન પણ ન કરો. જે માણસ ભેટની આશા રાખતો નથી એને ઈશ્વર ભેટ મોકલે છે. આજે પ્રોગ્રામમાં મહેમાનોનું સ્વાગત બુકેને બદલે બુકથી થાય છે. ભેટના ભંડાર આપ્યા કરવાથી કદી ખૂટતા નથી. આજે કર્ણની વાતો અર્જુન કરતાં વધુ કાને પડે છે કેમ કે એ વીર તો હતો, એથી વિશેષ દાનવીર હતો. લગ્નની મોસમ અને મોસમમાં લગ્ન જામ્યાં છે. જેની લગન હોય એની સાથે લગ્ન થાય તો જીવન ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ અને જો કોઈ ગરબડ થઈ તો ‘ઇસ રૂટ કી સભી લાઇન વ્યસ્ત હૈ’. લગ્નપ્રસંગે અપાતી ભેટ મોટા ભાગે ઔપચારિકતા બની જાય છે. ‘વાસણપ્રથા બંધ છે’ એવી નોંધ પહેલાંના સમયમાં કંકોતરીમાં આવતી હતી, મતલબ રોકડપ્રથા ચાલુ છે. આજે તો ‘ગૂગલ પે’ના સ્કેનર મુકાય છે. ‘ઘર હોય ત્યાં વાસણ ખખડે’ એમ કેટલાક માણસો તો રીસાવા માટે જાણે પ્રસંગની રાહ જોઈને જ બેઠા હોય! લગ્નટાણે ફેમિલી વૉટ્સએપ ગ્રૂપમાંથી કોઈ લેફ્ટ થાય એટલે સમજી જવાનું કે ‘આ સગાશ્રી રિસાયા છે.’ કુંવારા લગ્ન કરવા ઉતાવળા હોય છે અને લગ્ન કર્યા પછી કુંવારાની ઈર્ષ્યા કરતા હોય છે. પત્ની : ‘લગ્ન પહેલાં તો રોજ રોજ ચૉકલેટની ગિફ્ટ આપતા હતા, લગ્ન પછી પીપરમેન્ટમાંથી પણ ગઈ.’ પતિ : ‘શિકારી હરણ પકડાઈ ગયા પછી જાળમાં ચણ નાખતો જોયો છે?’ પતિને પછી હૉસ્પિટલની ગિફ્ટ મળી. આવજો... કેટલાક શાણા માણસો કદી હસતા નથી, કેમ કે તેઓ જાણે છે કે હસવાથી તેમની ખામીઓ છતી થઈ જશે. - એમર્સન
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સાચી દિશા, સારું પરિણામ
    Next Article
    સુખની શોધ:કર્મથી આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment