Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:જોન્ટી રોડ્સ: વાઈના હુમલા વચ્ચે ગ્રાઉન્ડ ગજવતો સાઉથ આફ્રિકન ચિત્તો

    एक दिन पहले

    અપૂર્વ ભટ્ટ વાત 1975ની છે. સાઉથ આફ્રિકાના પીટરમેરિટ્ઝબર્ગ નજીક આવેલી હિલ્ટન નામની નાની વસાહતમાં એક છ વર્ષનું બાળક રગ્બી રમતું હતું. અચાનક આંખ આગળ અંધારું છવાઈ ગયું અને તે ગ્રાઉન્ડ પર બેભાન થઈ ઢળી પડ્યું. પછી તો આ ઘટના અવારનવાર બનવા લાગી. બાળકને એપિલેપ્સી (વાઈ)નું નિદાન થયું અને બાળક માટે પોતાની પ્રિય રમત રગ્બી રમવું લગભગ અસંભવ બની ગયું. બાળક મનમાં ખૂબ હતાશ થયું. ઘરે પિતા એક સમયના રગ્બીના ખ્યાતનામ ખેલાડી અને માતા ટેનિસના અચ્છા પ્લેયર હતાં, આમ ઘરમાં સંપૂર્ણપણે સ્પોર્ટ્સનું વાતાવરણ હતું. માતા-પિતા બંને સ્કૂલમાં ટીચર હતાં અને પિતા રગ્બીની મેચમાં રેફરી તરીકે પણ સેવા આપતા હતા. બાળમાનસનાં જાણકાર માતા-પિતાએ આ રોગ બાળકની પ્રતિભા પર હાવી ન થઈ જાય તે માટે ખૂબ તકેદારી રાખી. પિતાએ બાળક માટે બીજી રમતો હોકી અને ક્રિકેટના ગ્રાઉન્ડ પર જાતે દેખરેખ રાખી મોકલવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે બાળકનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. હોકીના ગ્રાઉન્ડ પર તેના પગની ચપળતા જોઈ મિત્રો તેને ‘સ્પ્રિંગબોક’ (સાઉથ આફ્રિકામાં થતી હરણની પ્રજાતિ)ના નામે બોલાવતા. હવે એ બાળક 14 વર્ષનો કિશોર બની ગયો. ત્યાં સુધીમાં તે હોકીમાં રાષ્ટ્રીય સ્પર્ધા રમવા લાગ્યો. એક વખત એ જોહાનિસબર્ગ પોતાના પિતા સાથે એક રગ્બી મેચ જોવા ગયો. તે વખતે વેસ્ટ ઇન્ડિઝની બળવાખોર ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરી રહી હતી. આથી ગ્રાઉન્ડમાં અનઑફિશિયલ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. કિશોર ખૂબ ધ્યાનથી ક્રિકેટ મેચ જોવા લાગ્યો. મેચમાં ખૂબ રસ પડ્યો અને મેચ પૂરી થતાં એ કિશોર ક્રિકેટને દિલ દઈ બેઠો. પોતાના પિતા સામે જોઈ બાળકે કહ્યું, ‘હું ક્રિકેટ રમીશ.’ પિતાએ આ વાત વધાવી લીધી અને પોતાના મિત્ર પાસે યુ. કે.થી બાળક માટે ખાસ હેલ્મેટ મગાવી લીધી જેથી ગ્રાઉન્ડ પર પડી જાય તો પણ માથે ઈજા ન થાય. હવે એ કિશોર ક્રિકેટમાં ઝળકવા લાગ્યો અને 16મા વર્ષે પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારી દીધી. તે સાઉથ આફ્રિકાનો અવ્વલ ફિલ્ડર બની ગયો. તે સાઉથ આફ્રિકાની નેશનલ ટીમ સુધી પહોંચી ગયો અને તેની ફિલ્ડિંગના ચોતરફ વખાણ થવા લાગ્યા. 1992માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા વિશ્વ કપમાં પાકિસ્તાન સામે રમતા સ્ફૂર્તિલા ચિત્તા જેવી ડાઈવ મારી પાકિસ્તાનના ઇન્ઝમામ-ઉલ-હકને રનઆઉટ કરી વિશ્વ કપનો પોસ્ટરબોય બની ગયેલો આ ખેલાડી એટલે જોન્ટી રોડ્સ. }
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ડેટા સેન્ટર: AIની દોડમાં દુનિયા કેટલી મોટી કિંમત ચૂકવશે?
    Next Article
    વિસ્મય:વહ કૌન થી: ‘કાફે ડી પેરિસ’ની એ મુલાકાત અડીખમ હિઝબુલ્લાહની ઘોર ખોદવામાં નિમિત્ત બની

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment