Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:આત્મા શરીરથી કંઇક વિશેષ છે?

    7 hours ago

    જયેશ દવે શરીરથી અલગ કોઈ આત્મા જેવા તત્ત્વને વિજ્ઞાન સ્વીકારતું નથી. 1907માં ડૉ. ડંકન દ્વારા આત્માનું વજન માપવાનો પ્રયોગ થયો. છ દર્દીઓ સાથે કરેલા પ્રયોગમાં આત્માનું વજન 21 ગ્રામ હોવાનો તેમણે દાવો કર્યો પરંતુ તે વૈજ્ઞાનિકોએ અસામાન્ય ગણાવ્યો. વૈજ્ઞાનિકોની વાત તાર્કિક હતી કારણ કે શરીરના કુલ વજનમાં 21 ગ્રામ તે કોઈ મોટી માત્રા ન હતી અને શરીરમાંથી ભેજ અને પરસેવાનું બાષ્પીભવન પણ આટલો ઘટાડો કરી જ શકે. વળી, આ પ્રયોગ માત્ર છ જ દર્દીઓ પર કરાયો હોય આત્માના વજનના આ પ્રયોગનું કોઈ વજન ન રહ્યું. આ ઉપરાંત ગત સપ્તાહે વાત કરી હતી તે 2008 અને 2023માં AWARE સ્ટડી પ્રોગ્રામ હેઠળ પણ ચેતનાને સમજવાના પ્રયત્નો કરાયા પરંતુ તેમાં પણ ચેતના કે આત્મા શરીરથી કંઈક વિશેષ હોવાની આંકડાકીય રીતે કોઈ વિશેષ સાબિતી મળી નહીં. ટૂંકમાં, વૈજ્ઞાનિક રીતે આત્મા કે ચેતના તે શરીરથી અલગ કશુંક હોવાની કોઈ સાબિતી નથી. વિજ્ઞાનના મતે કોન્શિયસનેસ એટલે કે ચેતના તે મગજમાં થતી એક પ્રક્રિયા માત્ર છે. જેમ કે પાણી. પાણીનું અસ્તિત્વ હાઇડ્રોજન અને ઓક્સિજનના કારણે છે. આ બંનેના પરમાણુઓ યોગ્ય માત્રામાં એકઠા થાય ત્યારે પાણી નામનું તત્ત્વ બને. પાણી નામના આ તત્ત્વનું કોઈ જ અસ્તિત્વ ઓક્સિજન કે હાઇડ્રોજનમાં સ્વતંત્ર રીતે છે જ નહીં જ્યારે બંને યોગ્ય રીતે મળે ત્યારે પાણી બને છે. આથી પાણી એ કોઈ અલગ તત્ત્વ નથી એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે થતી પ્રક્રિયાનું પરિણામ છે. ચેતના પણ આવી જ રીતે મગજમાં થતી પ્રક્રિયાનું પરિણામ છે, કોઈ અલગ તત્ત્વ નથી. જો મગજ કામ કરે છે તો ચેતના છે અને મગજની પ્રક્રિયા બંધ થતાં ચેતના પણ રહેતી નથી. ન્યૂરોસાયન્સ મગજની કોઈ અગમ્ય જટિલ ન્યૂરોલોજિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાને ચેતના એટલે કે ‘સેલ્ફ અવેરનેસ’ કહે છે. જોકે, કઈ પ્રક્રિયા અને તેમાંથી કેવી રીતે આ સ્વયંના હોવા અંગેનું જ્ઞાન પ્રગટ થાય તેનો જવાબ તેની પાસે નથી. વિજ્ઞાન જ્યાં નિરુત્તર થાય છે ત્યાં પણ તે વેદ કે પછી શાસ્ત્રોમાં કહેવાયેલી બાબતોને એક સંભાવના તરીકે સ્વીકારી શકતું નથી આ એક કમનસીબી છે. વિજ્ઞાન માટે સ્વીકારની માપપટ્ટી જુદી છે અને તેથી તે આ બાબતને સ્વીકારી ન શકે તે સમજી શકાય પરંતુ તેનો મતલબ એ પણ નથી કે વિજ્ઞાન જ્યાં અટક્યું છે તેનાથી આગળ કશું છે જ નહીં! સનાતનમાં મોટા ભાગના દર્શન અને તેમાં પણ વેદાંત અને સાંખ્ય દર્શનમાં આત્મા અને ચેતનાની વાત ખૂબ સરળતાથી સ્પષ્ટ કરવામાં આવી છે. સ્વયંના હોવાના અહેસાસ અંગે વિજ્ઞાન પાસે કોઈ નક્કર ખુલાસો નથી પરંતુ અહીં આત્મા અને ચેતના બંનેને સ્પષ્ટ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આત્મા એ નિત્ય, અવિનાશી, નિરાકાર, શુદ્ધ ચૈતન્ય ત છે જ્યારે ચેતના તે તેની અભિવ્યક્તિ છે. બીજા શબ્દોમાં આત્મા એ દૃષ્ટા છે અને ચેતના તે તેનો ગુણ છે, સ્વભાવ છે. અહીં સૂર્ય અને સૂર્યપ્રકાશનું ઉદાહરણ જોઈ શકાય. સૂર્ય એ આત્મા છે અને તેમાંથી નીકળતો પ્રકાશ તે ચેતના છે. સૂર્ય વગર સૂર્યપ્રકાશ શક્ય નથી પરંતુ આ પ્રકાશ દ્વારા જ સૂર્યનું અસ્તિત્વ અનુભવી શકાય છે. અહીં સવાલ થાય કે, સૂર્ય તો હાઇડ્રોજન હિલિયમ જેવા વાયુ અને પ્લાઝ્માનો બનેલો છે તો આત્મા? આત્માને બાળી શકાતો નથી, ભીંજાતો નથી, નિરાકાર છે તેથી તે અણુ-પરમાણુથી બનેલો નથી તો તેનું અસ્તિત્વ કેવી રીતે સમજી શકાય, જાણી શકાય? અહીં શ્વેતાશ્વતર ઉપનિષદના પાંચમા અધ્યાયનો નવમો શ્લોક વિરોધાભાસી લાગે. વાલાગ્રશતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ। ભાગો જીવઃ સ વિજ્ઞેયઃ સ ચાનન્ત્યાય કલ્પતે॥ જો વાળના અગ્રભાગ (ટોચ)ના 100 ટુકડા કરવામાં આવે અને તેમાંથી એક ટુકડાના ફરી 100 ટુકડા કરવામાં આવે (એટલે કે વાળના 1/10,000 મો ભાગ), આત્માનો સૂક્ષ્મ વિસ્તાર એનાથી પણ સૂક્ષ્મ છે. અહીં અણુનો અર્થ ભૌતિક એકમ તરીકે નહીં પરંતુ અત્યંત સૂક્ષ્મ અને અદ્રશ્ય એવો થાય છે. વેદાંત કહે છે, જે પંચમહાભૂત કે કોઈ રસાયણથી બનેલ નથી તેવા આત્માનું સ્વરૂપ ‘સત્ ચિત્ત આનંદ’ છે. આ ત્રણ પૈકી એક પણને ભૌતિક રીતે જોઈ, માપી શકાય તેમ નથી તેથી આત્માને ઇન્દ્રિયોથી જાણવો મુશ્કેલ છે તે તારણ નીકળે. જ્યાં કશું જ નથી, કોઈ અણુ-પરમાણુ પણ નથી તેવી ખાલી જગ્યા અવકાશ પોતે કશું જ નથી છતાં તેના હોવાથી જ સમગ્ર અસ્તિત્વ છે તેમ કહી શકાય. આમ છતાં ખાલી જગ્યાને જોઈ, માપી શકાય ખરી? આવું જ આત્માનું છે. તે કશું અનુભવતો નથી પરંતુ તેના હોવાથી બધું અનુભવાય છે. ભૌતિક શરીરથી વિશેષ કશુંક છે તે લગભગ તમામ દર્શન સ્વીકારે છે પરંતુ બધા જ દર્શન આત્માના સ્વરૂપને એક જ રીતે જુએ છે તેવું નથી. વધુ વાત આગળના ક્રમે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:બારણું જોજે ને માથું સાચવીને આવજે, મારા દરવાજે જરા નીચો નમીને આવજે
    Next Article
    દેશ-વિદેશ:ડેટા સેન્ટર: AIની દોડમાં દુનિયા કેટલી મોટી કિંમત ચૂકવશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment