Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીમાર સસરાની ખબર કાઢવા ગયેલા જમાઈ પર ધારિયાના ઘા ઝીંક્યા:ગુલવાસણા બસ સ્ટેન્ડ પાસે અદાવતમાં સાસરીમાં આવેલા જમાઈ પર હુમલો

    7 hours ago

    પાટણ તાલુકાના ગુલવાસણા ગામે જૂની અદાવતમાં જમાઈ પર પિતા-પુત્રએ ધારિયા અને લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બીમાર સસરાની તબિયત પૂછવા જઈ રહેલા જસલપુરના 45 વર્ષીય ખેડૂતને બસ સ્ટેન્ડ રોડ પર આંતરીને હુમલાખોરોએ લોહીલુહાણ કરી નાખ્યા હતા. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે રહેતા વિષ્ણુજી લક્ષ્મણજી ઠાકોર (ઉં.વ. 45) ગુરુવારે બપોરે 3 વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ લઈને ગુલવાસણા ગામે રહેતા તેમના બીમાર સસરા સંગરામજી ઠાકોરની ખબર કાઢવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગુલવાસણા બસ સ્ટેશન રોડ પર ગામના જ બાબુભાઈ મોતીભાઈ રબારી અને તેમના પુત્ર નારણભાઈ રબારીએ વિષ્ણુજીને રસ્તામાં આંતરી ઉભા રાખ્યા હતા. "તને ગામમાં આવવાની ના પાડી હોવા છતાં કેમ આવ્યો?" તેમ કહી બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. મામલો બિચકતા નારણભાઈએ હાથમાં રહેલી લાકડી વડે વિષ્ણુજીના ડાબા પગના ઢીંચણ નીચે અને બરડાના ભાગે ફટકા માર્યા હતા, જ્યારે બાબુભાઈએ ધારિયા વડે હુમલો કરતા વિષ્ણુજીને ડાબા હાથની કલાઈ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરી ગામમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ હુમલા પાછળ ત્રણ વર્ષ અગાઉ પરિવારની એક યુવતી ભગાડી જવાના મામલે વહેમ અને જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા વિષ્ણુજીને 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. આ અંગે પી.એસ.આઈ. એન.એચ. કુંભારે હોસ્પિટલ ખાતેથી ફરિયાદ નોંધી બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ કોલ મારફતે બોલાવી હુમલો કરી નાસી છૂટ્યા:કેશણી ગામના યુવકને બાઈક બગડ્યું હોવાના બહાને બોલાવીને માર માર્યો
    Next Article
    વિદ્યાર્થી અને યુવાનોનો માનસિક તણાવ ઘટાડવા માટે યંત્રની શોધ કરી:પાટણના સંશોધકની ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ શોધને યુરોપના 27 દેશોમાં એકસાથે માન્યતા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment