Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27મીથી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા:પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ શરૂ થશે, થનારી આવક નાટ્ય સંસ્થાઓને અપાશે

    6 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 52 વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત 'સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા' આ વર્ષે આગામી 27મી સપ્ટેમ્બરથી કતારગામ ખાતે નવનિર્મિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં શરૂ થશે. કાર્યક્રમના આયોજન અંગે 31મી ઓગસ્ટે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં સુરતની જાણીતી નાટ્ય સંસ્થાઓ પોતાના કલાકારો સાથે મંચ પર વિવિધ વિષયો આધારિત નાટકો રજૂ કરશે. પાલિકા દ્વારા પરંપરાગત રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બેસ્ટ એક્ટર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ નાટક સહિતની વિવિધ કેટેગરીમાં ઇનામો પણ એનાયત કરાશે. પ્રથમ વખત ઓનલાઇન બુકિંગ, ટિકિટ દર માત્ર ₹20 આ વર્ષે નાટ્યપ્રેમીઓ માટે પ્રવેશ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત નાટ્ય સ્પર્ધા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. કતારગામ ઓડિટોરિયમની કુલ 876 બેઠક ક્ષમતામાંથી 600 બેઠકો સામાન્ય દર્શકો માટે રાખવામાં આવી છે, જેના માટે ₹20 પ્રતિ ટિકિટ લેખે ઓનલાઈન બુકિંગ થઈ શકશે. આ નવી પહેલથી દર્શકોને અગાઉથી સીટ બુક કરવાની સરળતા રહેશે અને નાટક જોવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ટિકિટની આવકમાંથી નાટ્ય સંસ્થાઓને મળશે આર્થિક સહાય મહાનગરપાલિકાએ સ્થાનિક નાટ્ય સંસ્થાઓને સીધો આર્થિક ફાયદો કરાવવા માટે અલાયદી યોજના તૈયાર કરી છે. ટિકિટ વેચાણથી પાલિકાને જે કુલ રકમ મળશે, તે તમામ ફાઈનલ રાઉન્ડમાં પહોંચનારી નાટ્ય સંસ્થાઓ વચ્ચે સરખે હિસ્સે વહેંચવામાં આવશે. આ વર્ષે કુલ 10 જેટલી નાટ્ય સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ટિકિટની થનારી કમાણીના ભાગરૂપે પ્રત્યેક નાટ્ય સંસ્થાને અંદાજે ₹20,000થી ₹25,000 સુધીની આર્થિક સહાય મળે એવી સંભાવના છે, જે કલાકારો અને મંડળીઓ માટે મોટો ટેકો બનશે.
    Click here to Read More
    Previous Article
    જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર:પાણી-પાણી થયું નાગોયા; બસ-મેટ્રો અટકી, રસ્તાઓ બંધ, 400 ખેલાડીઓને બચાવાયા; ભારતીયટીમ્સ રવાના થવાની તૈયારીમાં
    Next Article
    ગેસ ગળતરમાં મોત બાદ રાજકીય સ્વરૂપ:GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે યુવકના મોત બાદ યુવાનને વળતર અપાવવા મુદ્દે કરણી સેનાના યુવા અધ્યક્ષના ધરણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment