Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ કોલ મારફતે બોલાવી હુમલો કરી નાસી છૂટ્યા:કેશણી ગામના યુવકને બાઈક બગડ્યું હોવાના બહાને બોલાવીને માર માર્યો

    7 hours ago

    ચાણસ્મા તાલુકાના ઝિલીયા નજીક બાઈક બગડ્યું હોવાનું બહાનું કાઢીને ઇન્સ્ટાગ્રામ કોલ મારફતે બોલાવી કેશણી ગામના એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવકને માથામાં કડા વડે ફેંટો અને ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યારે એક શખ્સ છરી લઈને દોડતા યુવક જીવ બચાવીને નાસી છૂટ્યો હતો. તેવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, કેશણી ગામના મનીષ કનુભાઈ મકવાણા ઘરે હતા ત્યારે બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના અલ્પેશ વાલ્મિકીએ ઇન્સ્ટાગ્રામ પર કોલ કરી બાઈક બગડ્યું હોવાનું જણાવી ઝિલીયા બોલાવ્યો હતો. મનીષ ઝિલીયા પહોંચતા અલ્પેશ ઉપરાંત કૌશિક મોહનભાઈ વાલ્મિકી અને એક અજાણ્યો શખ્સ તેને રણાસણ તરફના માર્ગ પર લઈ ગયા હતા.ત્યાં કૌશિકે મોબાઈલમાં મનીષ અને તેના બનેવીની વાતચીતનો વીડિયો બતાવી હાથમાં પહેરેલા કડાથી મનીષના માથામાં બે ફેંટો મારી હતી, જ્યારે અજાણ્યા શખ્સે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અલ્પેશે છરી કાઢી હુમલો કરવા જતાં મનીષ તેને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકે ચાણસ્મા CHCમાં સારવાર લીધા બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર,ભાભર અને થરાદની 3 ચોરીનો ભેદ ઉકેલાયો:વેપારીઓની નજર ચૂકવીને મોબાઈલ ચોરતા વાવના યુવકને LCB એ પકડ્યો
    Next Article
    બીમાર સસરાની ખબર કાઢવા ગયેલા જમાઈ પર ધારિયાના ઘા ઝીંક્યા:ગુલવાસણા બસ સ્ટેન્ડ પાસે અદાવતમાં સાસરીમાં આવેલા જમાઈ પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment