Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર,ભાભર અને થરાદની 3 ચોરીનો ભેદ ઉકેલાયો:વેપારીઓની નજર ચૂકવીને મોબાઈલ ચોરતા વાવના યુવકને LCB એ પકડ્યો

    7 hours ago

    રાધનપુર, ભાભર અને થરાદ પંથકમાં મોબાઈલ શોપ્સને નિશાન બનાવી દુકાનદારોની નજર ચૂકવીને કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને પાટણ LCBની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ કબજે કરી ત્રણ અલગ-અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળતા પોલીસે વાવના વેજીયાવાસમાં રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ નાગજીભાઈ ભાટીને દબોચી લીધો હતો. તલાશી લેતા તેની પાસેથી કુલ રૂ. 70 હજાર ની કિંમતના ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસની સઘન પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, આશરે 20 દિવસ અગાઉ રાધનપુરના વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલ શોપમાંથી રૂ. 45 હજારનો મોબાઈલ, 18 દિવસ અગાઉ ભાભરની તિરૂપતિ માર્કેટમાંથી રૂ. 20 હજારનો મોબાઈલ તેમજ 10 દિવસ અગાઉ થરાદની એક દુકાનમાંથી રૂ. 5 હજારની કિંમતના મોબાઈલની દુકાનદારની નજર ચૂકવી ચોરી કરી હતી. આરોપીનો કબજો વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે રાધનપુર પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનના વારસાનું જતન સાથે પૂજન:પાટણમાં લાભ પાંચમે સુવર્ણ સહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોનું પૂજન
    Next Article
    ઇન્સ્ટાગ્રામ કોલ મારફતે બોલાવી હુમલો કરી નાસી છૂટ્યા:કેશણી ગામના યુવકને બાઈક બગડ્યું હોવાના બહાને બોલાવીને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment