Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનના વારસાનું જતન સાથે પૂજન:પાટણમાં લાભ પાંચમે સુવર્ણ સહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોનું પૂજન

    7 hours ago

    પાટણના પંચાસર દેરાસર નજીક ઐતિહાસિક હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ખાતે લાભ પાંચમના પર્વે આધ્યાત્મિક માહોલ વચ્ચે જ્ઞાનપૂજનની વર્ષો જૂની પરંપરા ઉજવાઈ હતી. જૈન સમાજના શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ ભક્તિભાવપૂર્વક પૌરાણિક ગ્રંથો, તાડપત્રો અને સોનાના વરખની સહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોના દર્શન-પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આગામી પેઢી આ અમૂલ્ય વારસાને જાળવી રાખે તેવા આશયથી ખાસ કરીને બાળકોના હસ્તે પણ શાસ્ત્રોની પૂજા કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુનિ પુણ્યવિજયજી મહારાજના પ્રયાસોથી 19 ભંડારોને એકત્ર કરી 7 એપ્રિલ, 1939ના રોજ કનૈયાલાલ મુનશીના હસ્તે સ્થાપિત આ જ્ઞાન ભંડારમાં જૈન, બૌદ્ધ અને આયુર્વેદના કુલ 26 હજાર હસ્તલિખિત ગ્રંથો સચવાયેલા છે, જેમાં 25 હજાર કાગળ પર અને એક હજારથી વધુ તાડપત્ર પર લખાયેલા ગ્રંથોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    5 દિવસમાં 19 સ્થળે આગના બનાવો:રોકેટ પડવાથી 2,000થી વધુ પૂળા સળગ્યા તો એક ગોડાઉનમાં સામાન બળી ખાખ
    Next Article
    રાધનપુર,ભાભર અને થરાદની 3 ચોરીનો ભેદ ઉકેલાયો:વેપારીઓની નજર ચૂકવીને મોબાઈલ ચોરતા વાવના યુવકને LCB એ પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment