Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 દિવસમાં 19 સ્થળે આગના બનાવો:રોકેટ પડવાથી 2,000થી વધુ પૂળા સળગ્યા તો એક ગોડાઉનમાં સામાન બળી ખાખ

    7 hours ago

    પાટણ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે, પાલિકાના ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને પગલે શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન થતું અટક્યું હતું. દિવાળીના પાંચ દિવસ દરમિયાન ફાયર સ્ટેશનને આગ લાગવાના કુલ 19 ટેલિફોનિક કોલ મળ્યા હતા, જે તમામ કોલ પર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે કોઈજાનહાનિ ન થતાં તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. તારીખ 9ના રોજ સૌથી વધુ 7 આગના કોલ નોંધાયા હતા. ત્યારબાદ તારીખ 10 અને 11ના રોજ 4-4 કોલ, તારીખ 12ના રોજ 3 કોલ અને તારીખ 13ના રોજ 1 કોલ ફાયર વિભાગને મળ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી મુખ્ય ઘટનાઓમાં, જૂના ગંજબજાર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બનાવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ઘરવખરી અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ ફાયર ફાઇટરોએ સમયસર આગ ઓલવી આસપાસના મકાનોને બચાવી લીધા હતા. અન્ય એક બનાવમાં, શિશુ મંદિર પાસે લાકડાના બેન્સામાં (લાટીમાં) આગ લાગતા ફાયરની ટીમે તુરંત પહોંચીને આગ બુઝાવતા લાખોનો માલસામાન બચી ગયો હતો. આ ઉપરાંત શહેરના અઘારા દરવાજા નજીક એક ખેતરમાં રોકેટ પડવાને કારણે સૂકા ઘાસચારાના 2,000થી વધુ પૂળા બળીને ખાખ થઈ ગયા હતા, જ્યાં પણ ફાયર વિભાગે પહોંચી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.આથી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પાયલોટ પ્રોજેક્ટ : FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ,લાઇનોથી મુક્તિ મળશે:મહેસાણાના ખેડૂતો ઘેરબેઠાં મોબાઇલ એપથી ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે
    Next Article
    જ્ઞાનના વારસાનું જતન સાથે પૂજન:પાટણમાં લાભ પાંચમે સુવર્ણ સહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોનું પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment